એજ્યુકેશનવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

સેવન સિસ્ટર્સ સ્ટેટમાં જ જોવા મળતા ઓર્ચિડ ફ્લાવર હવે જૂનાગઢમાં ઉગશે

Text To Speech
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગને ખૂબ મોંઘા ગણતા અને ડેકોરેટિવ ફ્લાવરને એક વર્ષની મહેનત બાદ ઉછેરવામાં સફળતા મળી છે. હવે આ ફ્લાવર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ઉછેરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
અદ્યતન ટેકનોલોજી સાથેના ગ્રીન હાઉસમાં જ ઉછેર થઈ શકે 
ઓર્ચિડ એક ફ્લાવર ક્રોપ છે, ભારતમાં તેનું મહત્તમ ઉત્પાદન સેવન સિસ્ટર્સ સ્ટેટમાં કરવામાં આવે છે, તેમ જણાવતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ હોર્ટિકલ્ચરના પ્રિન્સિપાલ અને ડીન ડી.કે વરૂ કહે છે કે, ખૂબ કિંમતી ગણાતા આ ફ્લાવર ક્રોપને અદ્યતન ટેકનોલોજી સાથેના ગ્રીન હાઉસમાં જ ઉછેર થઈ શકે છે. ખાસ કરીને તેમાં તાપમાન અને ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે. આમ, આ ફ્લાવરના ઉછેર માટે સતત એક વર્ષની મહેનત બાદ તેના ઉછેરવામાં સફળતા મળી છે. ખાસ કરીને તેના ઉછેર માટે નિયમિત દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે.
ભેજનું પ્રમાણ જાળવવા સુકા નાળિયેરના છોતરાનો ઉપયોગ
ઉપરાંત ફ્લાવરના ઉછેર માટે કોલેજ ઓફ હોર્ટિકલ્ચરના ગ્રીન હાઉસમાં એક ખાસ પ્રકારનો બેડ બનાવવામાં આવ્યો છે. જેમાં સુકાયેલા નાળિયેરના છોતરાનો ભેજનું પ્રમાણ જાળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતમાં બહુ જૂજ જગ્યાએ ઓર્ચિડ ફ્લાવરને ઉછેરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ ઓર્ચિડ ફ્લાવરનો ડાળી સાથેના ફુલને સુશોભન વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે.
Back to top button