ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદ્રયાન-3ને લઈને મોટું અપડેટ, ચંદ્રયાન-2 અને 3 વચ્ચે થઈ વાતચીત, જાણો કેવી રીતે?

  • ISROને મળી મોટી સફળતા
  • ચંદ્ર પર ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું
  • ચંદ્રયાન-2 અને 3 વચ્ચે થઈ વાતચીત

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. ચંદ્રયાનને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ માટે હવે માત્ર 3 દિવસ બાકી છે. વિક્રમ લેન્ડરે બીજી વખત સફળ ડીબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે. હવે ચંદ્રથી લેન્ડરનું અંતર માત્ર 25 કિમી છે. ત્યારે ભારતનું મિશન મૂન સફળતાની રાહે આગળ વધી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે ચંદ્રથી ચંદ્રયાન-3નું અંતર ઘટી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને મોટું અપડેટ આપ્યું છે.

ઈસરોએ ચંદ્રયાન-3ને લઈ મોટી અપડેટ આપતા જણાવ્યું છે કે,ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3 વચ્ચે સફળતાપૂર્વક સંપર્ક સ્થાપિત કર્યો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું છે અને બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી. 21 ઓગસ્ટના દિવસે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્ર તરફ આગળ વધી રહેલા ચંદ્રયાન-3એ ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સફળતાપૂર્વક સંબંધ સ્થાપિત કરી લીધો છે. જેથી ઈસરોના વૈજ્ઞાનિકોને પૂરો વિશ્વાસ છે કે ભલે ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરીને જ રહેશે. ચંદ્રયાન-2 અને 3ના લોન્ચિંગ વખતે ઈસરોના સહયોગી રહી ચૂકેલા પહેલા ઈસરો ચીફ એસ સોમનાથ અને ત્યારબાદ એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીનો પણ દાવો છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા છે અને વ્હીકલ-3ને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડ કરશે.

23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે
મહત્વનું છે કે, ઈસરોએ 21 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે લેટેસ્ટ અપડેટ પણ જાહેર કરી છે. 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યે લેન્ડિંગનો સમય રાખવામાં આવ્યો છે. આ સમયે, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ પર કરવાનો પ્રયાસ કરશે. ઈસરોએ માહિતી આપી કે સાંજે 5.20 વાગ્યાથી લેન્ડીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આગરામાં વિશેષ પૂજા કરવામાં આવી
ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સુરક્ષિત લેન્ડિંગ માટે પવિત્ર નદી યમુનાના આશીર્વાદ મેળવવા આગરામાં વિશેષ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે વિશેષ હવન પૂજા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ચંદ્રયાન-3 માત્ર 25 કિમીના અંતરે પરિક્રમા કરી રહ્યું છે, બસ બે જ દિવસમાં ચંદ્ર પર ઉતરશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Back to top button