2024 લોકસભાની ચુંટણીને લઈ વિપક્ષી નેતાઓ એમકેમ પ્રકારે મોદીને હરવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ભારતજોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી પણ પ્રયાસ કરી ચૂક્યા પણ રાહુલને કોંગ્રેસના આંતરિક જુથવાદ ખૂબ નડ્યો અને યાત્રા પછી જે બદલાવ રાહુલે વિચાર્યો હતો તે થયો નહિ. એટલે હાલ કોંગ્રેસ થી માંડીને તમામ વિપક્ષી નેતાઓ નરેન્દ્ર મોદીને હરાવવા માટે તમામ પ્રયાસોમાં લાગી ગયા છે.
આ પણ વાંચો : ‘મોદીને બદનામ કરવા માટે વિદેશી ફંડિંગ થઈ રહ્યું છે’- સ્મૃતિ ઈરાની
ભારત જોડો યાત્રાના સમાપન પ્રસંગે કોંગ્રેસ દ્વારા અન્ય વિપક્ષના નેતાઓને આ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવાવમાં આવ્યું હતું પણ આ કાર્યક્રમમાં કોઈ વિપક્ષના મોટા નેતા હજાર રહ્યા ન હતા. રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે યાત્રા થી રાહુલ ને કોઈ મોટો લાભ થાય તેવા કોઈ અણસાર છે નહિ. તો બીજી તરફ વિપક્ષના અલગ અલગ નેતાઓ પોતાની અલગ ખિચડી બનાવી રહ્યા છે. અરવિંદ કેજરિવલથી લઈને દક્ષિણના KCR બધા પોતાની અલગ રાજનીતિ કરી રહ્યા છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સામે લડવા કોંગ્રસના મરણિયા પ્રયાસ, પણ સફળતા ક્યા ?
ત્યારે હમણાં નીતિશ કુમારે કોંગ્રેસને વિપક્ષ એક કરવા માટે નિમત્રંણ પાઠવ્યું હતું અને મોદીને હરાવવા માટે વિપક્ષે એક થવા માટે આહ્વાન કર્યું હતું. નીતિશે વધુમાં કહ્યું હતું કે જો વિપક્ષ એક થઈ જશે તો ભાજપને 100 સીટો પણ નહિ આવે તેવી વાત કરી હતી. તો બીજી તરફ આજે સવારે કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે પણ આ બાબતે ઈશારો આપતા કહ્યું હતું કે મોદીને હરવવા માટે કોંગ્રેસ એટલું સક્ષમ નથી, વધુમાં તેમણે કહ્યું હતું કે મોદીને હરાવવા માટે વિપક્ષે એક થવું જ પડશે.
આ પણ વાંચો : કોંગ્રેસ મહાસચિવનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસ એકલી મોદી સરકાર સામે નહીં લડી શકે
તો હમણાં જ થયેલા એક સર્વે મુજબ હાલ ચુંટણી કરવામાં આવે તો ભાજપ પૂર્ણ બહુમતીથી ફરી એકવાર સરકાર બનાવી શકે છે. ત્યારે બીજી તરફ અહી વિપક્ષ હજુ એક થઈ શક્યું નથી અને મોદીને હરાવવા માટેના હવાતિયાં મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અહી એક વાતથી આપણે સમજી શકી છીએ કે માત્ર એક સહકારી ડેરીમાં કોઈ નેતા પોતાનું પદ બચાવવા માટે ભાજપનો કેસરીયો કરી લેતો હોય તો કેન્દ્રના મોટા નેતા કઈ હદે જઈ શકે છે તે પણ વિચારવું રહ્યું. એટલે અહી સમજવાની બાબત એ છે કે નીતિશ હોય કે રાહુલ તમામ પોતાના સત્તા પામવા માટે હવાતિયાં કરી રહ્યા છે પણ મોદી સામેની તેમની આ રાજકીય લડત આસાન નથી કારણ કે મોદી કોઈ રસ્તા પરની ઠેસ નથી જે હાથે પકડી ને બાજુમાં મૂકી શકાય મોદી એક હિમાલય પર્વત સામાન છે જેને પાર પાડવા વિપક્ષે ઘણી મહેનત અને બુદ્ધિના સમન્વયથી જ પાર પડી શકાય તેમ છે.