ખંભાતમાં મોતીયાની બીમારીથી પીડાતી 3 વર્ષની બાળકીનું ઓપરેશન સફળ થયું
આણંદઃ તારાપુરની એક ત્રણ વર્ષીય બાળકી જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી. જેનું મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા સંચાલિત ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન થતાં પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
ખંભાત મંદિરના કોઠારી ધર્મનંદન સ્વામીએ જણાવ્યું હતું કે, તારાપુર ખાતે રહેતા મેહુલ ભાઈ ની દીકરી વંદના (ઉ.વ.) જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી. તેના પરિવારજનોએ અનેક આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો ન હતો. દરમિયાન મેહુલભાઈએ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલના તબીબી વિપુલભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો.
તબીબે બાળકી વંદનાની તપાસ કરતા તેનું હૃદયમાં કાણું હોવાથી વંદનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ડોક્ટર માટે ઓપરેશન કરવું બહુ જ અઘરું હતું પરંતુ તબીબ વિપુલભાઈએ વંદનાના ઓપરેશન સમય કાર્ડિયાક તબીબને સાથે રાખી સફળતાપૂર્વક ઓપરેશન કરતા પરિવારજનોએ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, કોઠારી સંતવલ્લભ સ્વામી તથા તબીબોનો તબીબીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.