ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, સિઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું

Text To Speech
  • રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે
  • પાટણમાં હિટવેવની અસર વર્તાઈ હતી
  • અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું

ફાગણ માસની શરૂઆત સાથે જ ઉનાળાની આકરી ગરમી પડવાનું શરૂ થયું છે. ચામડી ચચરી ઉઠે તેવો તાપ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું હતું. બપોરે આકરા તાપના કારણે લોકો ગરમીથી ત્રસ્ત બની ઉઠયા હતા. જો કે હજુ પણ લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાતા રાત્રે અને પરોઢિયે ઠંડકનો અનુભવ થાય છે. બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. પાટનગર ગાંધીનગરમાં 37 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

આ પણ વાંચો: સુરતમાંથી દુબઈ ખાતે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ

પાટણમાં હિટવેવની અસર વર્તાઈ હતી

પાટણમાં હિટવેવની અસર વર્તાઈ હતી. પાટણમાં સૌથી વધારે 39 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાયા હતા. મહેસાણા, પાલનપુર, હિંમતનગર અને મોડાસામાં પણ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી જતા આકરી ગરમીથી પરેશાન બન્યા હતા. ઉત્તર ગુજરાતમાં તાપમાન વધતા બપોરના સમયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કર્ફ્યુ જેવું વાતાવરણ સર્જાયું હતુ. બુધવારે ઉત્તર ગુજરાતના પાંચ મહત્વના શહેરો પૈકી પાટણનું સૌથી વધારે 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જયારે અન્ય ચાર શહેરોનું 38 ડિગ્રી નોંધાયું હતુ.

રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે

રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. જેમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. તેમજ રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 38.3 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. તેમજ એક સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રી સુધી ઉંચકાવવાની સંભાવના છે.

Back to top button