વાંચીને ગર્વ થશે, દેશનું એકમાત્ર રેલ્વે સ્ટેશન કે જેનું સંચાલન માત્ર મહિલાઓ કરે છે….


ભારત દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતથી લઈને ટેકનિકલ અને શિક્ષણ દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશની આ પ્રગતિમાં પુરુષોની સાથે મહિલાઓનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. મહિલાઓ પણ પ્રગતિ કરી રહી છે અને તે પુરુષો સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. ચાલો જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ

ભારતમાં દરરોજ કરોડો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ભારતીય રેલવે મુસાફરોની મુસાફરીની સુવિધા માટે સમયાંતરે નવી યોજનાઓ પણ લાવે છે.સમગ્ર ભારતમાં લગભગ 8,338 રેલવે સ્ટેશન છે.કરોડો લોકોની મુસાફરીને સરળ બનાવતી ભારતીય રેલવે લાખો લોકોને રોજગાર પણ આપે છે.તમને જાણીને નવાઈ લાગશે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં એક એવું સ્ટેશન છે જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે.આ અનોખા રેલવે સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ સ્ટેશનનું નામ છે માટુંગા રેલ્વે સ્ટેશન.

2017માં માટુંગા સ્ટેશન પર કરાઈ હતી ભરતી
સેન્ટ્રલ રેલવે દ્વારા વર્ષ 2017માં માટુંગા રેલવે સ્ટેશન પર મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. આ રેલ્વે સ્ટેશનનું નામ વર્ષ 2018માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ માત્ર મહિલા કર્મચારીઓ સાથે સામેલ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુંબઈમાં માટુંગા રેલ્વે સ્ટેશન ભારતનું એક એવું સ્ટેશન છે જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે.માત્ર મહિલાઓના જ કામ કરવા પાછળનું કારણ મહિલા-સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનું છે.ભારતીય રેલવેનો મહિલાઓને આગળ વધવામાં મદદ કરવાનો આ એક પ્રયાસ છે.

1992માં રેલ્વેમાં ભરતી થયેલા મમતા કુલકર્ણીને બનાવાયા સ્ટેશન મેનેજર
વર્ષ 1992માં મમતા કુલકર્ણી મુંબઈ ડિવિઝનની પ્રથમ મહિલા સ્ટેશન માસ્તર કરીકે નિમણૂંક પામ્યા હતા. મહત્વનું છે કે, મહિલા સ્ટાફ દ્વારા સંચાલનને વર્ષો થયા છે.એટલું જ નહીં મહિલા ટિકિટ ચેકર પણ સ્ટેશન પર હાજર રહે છે. જે ટિકિટ વગર યાત્રા કરી રહેલા પુરુષોને પણ પહોંચવા સક્ષમ છે.માટુંગા સ્ટેશન એક હબ છે, જે દાદર અને સાઈનની વચ્ચે આવેલું છે. અનેક પડકારો છતાં મહિલા કર્મચારીઓ આ સ્ટેશનનું સંચાલન વ્યવસ્થિત રીતે કરી રહી છે.થોડા વર્ષે પહેલા જ્યારે મુંબઈમાં ભયાનક વરસાદ આવ્યો હતો.જેના કારણે માટુંગા સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાએ સમયે પણ સ્ટેશન મેનેજરથી માંડી સ્ટેશનના તમામ સ્ટાફે માત્ર રેલ્વે મુસાફરો જ નહીં અહીંના સ્થાનિકોની સંભાળ રાખી હતીઈલેક્ટ્રીસિટી ઓફ કરી, તમામ મશીનરીને સાચવી, સ્થાનિકોના વાહનોને પાણીથી બચાવવા, તેમને ખોરાક પાણી પુરા પાડવા, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા.આ તમામ કામ અહીંના સ્ટાફે બખૂબી કર્યા.એ સમયે તો માટુંગા સ્ટેશનના પ્લેટફોર્મ સ્વિમિંગ પુલ બની ગયા હતા.ટ્રેક દેખાય જ નહીં તેવી પરિસ્થિતી માંથી સ્ટેશનને આ મહિલાઓએ કાર્યરત કર્યુ હતું.