જે અજગરને ગળામાં ભરાવી પૈસા માગતો હતો તેણે જ ગળું દબાવી દીધું, જાણો દર્દનાક ઘટના
ઝારખંડ, 30 ઓગસ્ટ: અજગરને બતાવીને લોકો પાસેથી પૈસા માંગનારા હેમંત સિંહે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આ અજગર તેનો જીવ લઈ લેશે. પાટમડાના રાપચા ગામનો રહેવાસી હેમંત ગુરુવારે સવારે 9.30 કલાકે શહેરના ડિમના રોડ પર આવેલી હીરા હોટલ પાસે ગળામાં અજગર બાંધીને ભગવાનના નામે લોકો પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો. આ દરમિયાન અજગરે તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. કહેવાય છે કે અજગરનું શરીર અચાનક સંકોચાઈ જવાને કારણે હેમંત સિંહનું મૃત્યુ થયું હતું. હેમંતનું શરીર શાંત થયા પછી જ અજગરે તેને છોડ્યો હતો.
તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો
અજગરને હટાવ્યા બાદ સ્થાનિક લોકો હેમંત સિંહને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવાય છે કે 52 વર્ષીય હેમંત સિંહ હંમેશા ગામમાંથી સાપ પકડતા હતા અને લોકો પાસેથી પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે સવારે પણ તે અજગરને લઈને દિમણા રોડ પર પહોંચી ગયો હતો. તેણે અજગરને ગળામાં વીંટાળ્યો હતો. જ્યારે તે લોકોને અજગર બતાવી રહ્યો હતો ત્યારે અજગરે હેમંત સિંહના ગળામાં વિટોળાઈ ગયો અને તેનું ગળુ દબાવી નાખ્યું. થોડી જ વારમાં તે રસ્તા પર પડી ગયો અને તડફડીયા મારવા લાગ્યો.
પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
ત્યાં હાજર લોકો તેને અજગરથી છોડાવવાની હિંમત ન કરી શક્યા. થોડા સમય બાદ હેમંતનું મૃત્યુ થયું. લોકોએ જણાવ્યું કે ચાર દિવસ પહેલા પણ તે હાઈવે પર અજગર લઈને ફરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ તેમના પુત્ર જગબંધુ સિંહ એમજીએમ હોસ્પિટલ પહોંચ્યા. પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
રસ્તા પર અહીં-ત્યાં દોડવા લાગ્યો અજગર
હેમંતનો મૃતદેહ રોડ પર પડ્યા બાદ તે સંતાવાની જગ્યાની શોધમાં અજગર રોડ પર અહીં-ત્યાં ભાગવા લાગ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ બીજેપી નેતા વિકાસ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તરત જ સપેરાને બોલાવીને અજગરને પકડી લીધો હતો, ત્યાર બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સીક્રેટ કેમેરો! ઘણી ફૂટેજ થઈ લીક, વિદ્યાર્થિનીઓમાં રોષ