ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

96 વર્ષ સુધી જીવંત રહેલું જૂનું સંસદભવન હવે બની જશે માત્ર “ઇતિહાસનું એક પાનું”

  • દેશ પરતંત્ર હતો એ સમયે અંગ્રેજોએ બનાવેલું સંસદભવન હવે માત્ર આજ સાંજ સુધી અર્થાત 2023ની 18મી સપ્ટેમ્બરની સાંજ સુધી જ “જીવંત” રહેશે, અને આવતીકાલથી અર્થાત 19 સપ્ટેમ્બર, 2023થી આ ભવ્ય ભવન માત્ર “ઇતિહાસનું એક પાનું” બની જશે.
  • 100 વર્ષ પહેલા જૂની સંસદ ભવન બનાવવા પાછળ 83 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વર્તમાન ભારતના લોકશાહી ઇતિહાસનું સાક્ષી આ સંસદભવન 96 વર્ષ સુધી અગણિત રાજકીય ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. 14 અને 15 ઑગસ્ટ 1947ની મધ્યરાત્રીએ સ્વતંત્રતાના પ્રથમ સત્રથી શરૂ કરીને 18 સપ્ટેમ્બર, 2023ના અંતિમ સત્ર સુધી આ ભવન ભારતીય લોકશાહીનું સાક્ષી રહ્યું છે, જ્યારે તેના પહેલાંના વર્ષો દરમિયાન તે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની સત્તાનું સાક્ષી હતું.

અંગ્રેજોએ 20મી સદીના પ્રથમ દસકામાં આ ભવ્ય સંસદભવન બનાવ્યું ત્યારે કદાચ તેમની ગણતરી તો એવી જ હતી કે તેઓ અનંતકાળ સુધી આ દેશને ગુલામ રાખશે અને એ જ સંસદભવનમાં બેસીને ભારત ઉપર દમન ગુજારવાના કાયદા ઘડશે. પરંતુ વીર સ્વતંત્રતા સૈનિકોએ અંગ્રેજોને આ દેશમાંથી જવા ફરજ પાડી અને ત્યારબાદનો ઇતિહાસ સૌ જાણે છે.

પરંતુ આ બધા ઘટનાક્રમમાં જૂના સંસદભવનનું ઐતિહાસિક મહત્ત્વ જરાય ઘટતું નથી. અને તેથી તેના વિશે મુખ્ય બાબતો દરેક દેશવાસીએ જાણવી જોઇએ.

“જૂનું સંસદ ભવન ઘણું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, જ્યાં રાષ્ટ્રને આઝાદી મળી, તે જ જગ્યાએ નહેરુનું પ્રખ્યાત ભાષણ થયું હતું. આ ભવનમાં ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ છે અને તેને ભારતની લોકશાહીનો આત્મા માનવામાં આવે છે. 96 વર્ષનો ઈતિહાસ, 6 એકરમાં ફેલાયેલું કેમ્પસ તેની સાથે ઘણી યાદો જોડાયેલી છે,”

જૂનું સંસદભવન આજે 18 સપ્ટેમ્બર, 2023થી માત્ર ઇતિહાસનો ભાગ બની રહેવાનો છે. આ 96 વર્ષોમાં, જૂની સંસદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ઉગ્ર ચર્ચાઓ, જોરદાર હોબાળો, સાંસદોનાં ભાષણો, ઐતિહાસિક કાયદા પસાર કરવાની સાક્ષી રહી છે. જૂના સંસદ ભવન સાથે દેશવાસીઓનું ભાવનાત્મક જોડાણ પણ છે.

લોકસભા-humdekhengenews

ભારતની જૂની સંસદ કોણે બનાવી હતી?

જૂના સંસદ ભવનની ડિઝાઈન બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે 1912-1913 દરમિયાન તૈયાર કરી હતી. જે મોટાભાગે મિતાવલીના હિન્દુ યોગિની મંદિરથી પ્રભાવિત હતું. જૂના સંસદ ભવનનું બાંધકામ 1921માં શરૂ થયું અને 1927માં પૂર્ણ થયું. આમ બિલ્ડીંગને પૂર્ણ કરવામાં છ વર્ષ લાગ્યાં હતા. 18 જાન્યુઆરી 1927ના રોજ તત્કાલીન વાઈસરોય લોર્ડ ઈરવિને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિટિશ કાળમાં સંસદ ભવનનું નામ ‘કાઉન્સિલ હાઉસ’ રાખવામાં આવ્યું હતું. ભવનનો કુલ વ્યાસ 560 ફૂટ છે અને પરિઘ એક તૃતીયાંશ માઇલ છે.

બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમએ 1911માં દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. ગવર્નર જનરલના નિવાસસ્થાન (હાલના રાષ્ટ્રપતિ ભવન) અને વિવિધ સરકારી કચેરીઓ સહિત નવાં ભવનોની જરૂર હતી.

ભારતની જૂની સંસદનું નામ શું હતું?

ઓલ્ડ પાર્લામેન્ટ હાઉસ (સંસદ ગૃહ) નવી દિલ્હીમાં આવેલું છે. જેમને બ્રિટિશ સરકાર દ્વારા કેન્દ્રીય વિધાનસભા, કાઉન્સિલ ઑફ સ્ટેટ અને ચેમ્બર ઑફ પ્રિન્સિસના ઘર તરીકે ઓળખવામાં આવતું હતું.

ભારતની જૂની સંસદનું નામ-humdekhengenews

જૂના સંસદ ભવનમાં કેટલા રૂમ છે?

નવા સંસદ ભવનમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જૂના સંસદ ભવનમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે.

જૂના સંસદ ભવન રૂમ-humdekhengenews

જૂની સંસદ અને નવી સંસદ વચ્ચે શું તફાવત છે?

સંયુક્ત સત્ર માટે લોકસભા ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવશે. નવી અને જૂની સંસદના નવા ભવન વચ્ચેનો એક મહત્વનો તફાવત એ છે કે નવા ભવનમાં લોકસભામાં લગભગ 888 સાંસદો અને રાજ્યસભામાં લગભગ 300 સાંસદોને સમાવવાની ક્ષમતા છે, જે અનુક્રમે વર્તમાન 543 અને 250 છે.

_જૂની સંસદ અને નવી સંસદ વચ્ચે શું તફાવત-humdekhengenews

જૂના સંસદ ભવનના મકાનનું શું થશે?

એ ભવન જ્યાં અનેક કાયદા પસાર થયા, જ્યાં ઈતિહાસ રચાયો, જ્યાં એક નવા રાષ્ટ્રની રચના થઈ, જ્યાં સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ દ્વારા દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યાં હવે સંસદીય સંગ્રહાલય બનાવવામાં આવશે તેવી શક્યતા છે. સરકારનું કહેવું છે કે સંસદ ભવનની સમૃદ્ધ વારસાની જાળવણી એ મહત્ત્વનો રાષ્ટ્રીય પ્રશ્ન છે અને તે અંગે કામગીરી કરવામાં આવશે.

આ પણ વાચો : સંસદભવન પર હુમલો 2001: 21 વર્ષ પછી રુઝાયા નથી પાર્લામેન્ટ પર થયેલા હુમલાના જખમ, 9 વીર સપૂતો થયા હતા શહીદ

Back to top button