રેલવેના પાટા પર છત્રી લઈને ઊંઘી ગયો વૃદ્ધ, ટ્રેન રોક્યા બાદ ડ્રાઈવરે ઊંઘમાંથી જગાડ્યો
પ્રયાગરાજ – 26 ઓગસ્ટ : સોશિયલ મીડિયામાં દિવસે અને દિવસે અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક અજીબ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રતાપગઢમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક ગ્રામીણ રેલવે ટ્રેક પર છત્રી નીચે સૂતો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેકની વચ્ચે એક વ્યક્તિ સૂઈ રહ્યો છે. સામેથી એક ટ્રેન આવી રહી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનમાં હાજર ડ્રાઈવરની નજર આ વૃદ્ધ પર પડી. આ પછી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ગામજનો દ્વારા તે વ્યક્તિને જગાડીને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો. જોકે, રેલવેના કોઈ અધિકારીએ આ વીડિયોની પુષ્ટિ કરી નથી.
प्रयागराज में रेल ट्रेक पर एक व्यक्ति छतरी लगाकर सो रहा था। ये देखकर लोको पायलट ने ट्रेन रोक दी। फिर उसको जगाया, ट्रेक से हटाया।
तब ट्रेन आगे बढ़ी। pic.twitter.com/K4Hn9HirFs— deepak kumar दीपक कुमार (@Deepakkkumardk) August 25, 2024
જો વ્યક્તિને ઊંઘ આવે છે, તો તે કોઈપણ જગ્યાએ સૂઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમને આ વાતનો સંપૂર્ણ વિશ્વાસ થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક વૃદ્ધ વ્યક્તિ રેલવે ટ્રેક પર છત્રી સાથે સૂઈ રહ્યો હતો. સદનસીબે, લોકો પાયલટે તેને ટ્રેક પર સૂતો જોયો અને સમયસર બ્રેક લગાવી દીધી. આનાથી તે વ્યક્તિનો જીવ બચી ગયો.
આ સમગ્ર મામલો પ્રયાગરાજથી મૌઈમા થઈને પ્રતાપગઢ જતા રેલવે ટ્રેકનો છે. 21 ઓગસ્ટે પ્રયાગરાજથી એક ટ્રેન નીકળી હતી. જ્યારે ટ્રેન મૌઈમા રેલ્વે ક્રોસિંગ પાસે પહોંચી ત્યારે આગળનું નજારો જોઈને સ્થાનિક લોકો એને ટ્રેનમાં સવાર લોકો પણ દંગ રહી ગયા. એક વૃદ્ધ માણસ લીલા રંગનો શર્ટ પહેરીને ટ્રેક પર ખૂબ જ આરામથી સૂઈ રહ્યો હતો. એટલું જ નહીં, તેણે છત્રી પણ સાથે રાખી હતી જેથી તેને તડકા કે વરસાદને કારણે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ટ્રેન રોકીને ડ્રાઈવરે ઊંઘમાંથી જગાડ્યો
રેલ્વે ટ્રેક પર સૂતેલા વ્યક્તિને જોઈને ડ્રાઈવરે તરત જ ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન રોકી. આ પછી તે વ્યક્તિ પાસે પહોંચ્યો અને તેને જગાડ્યો અને તરત જ ત્યાંથી ખસી જવા કહ્યું. જગાડ્યા બાદ વૃદ્ધ છત્રી લઈને ત્યાંથી નીકળી ગયો હતો. આ દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.લોકો આના પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકોનો જીવ બચાવવા માટે લોકો ડ્રાઇવરના વખાણ પણ કરી રહ્યા છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 77,000 થી વધુ વ્યુઝ મળ્યા છે.
આ પણ વાંચો : જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું પુણ્ય મળે છે, જાણો શું છે આજના ઉપવાસનું મહત્ત્વ