અમદાવાદ, 16 ઓગસ્ટ 2024, શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને ગેરકાયદેસર દબાણને કારણે થતી હાલાકીઓને લઈ હાઈકોર્ટે AMC અને પોલીસ સામે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટની કડક શબ્દોમાં ટકોર બાદ તંત્ર જાગ્યુ છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.શહેરમાં મેમકો ચાર રસ્તા પાસે રાજસ્થાન અને અન્ય રાજ્યો તેમજ શહેરમાં અવરજવર કરતી ટ્રાવેલ્સો દ્વારા ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્ક કરી ટ્રાફિકજામ કરવામાં આવતો હતો. તે ઉપરાંત ગેરકાયદે બાંધકામ કરી ટ્રાવેલ્સની ઓફિસો ઉભી કરી દેવામાં આવી હતી. જેના પગલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા 14 ટ્રાવેલ્સની ઓફિસોને સીલ કરવામાં આવી છે.
નોટિસની અવગણના કરવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, મેમ્કો ચાર રસ્તા અને રામેશ્વર રસ્તા તરફ આસપાસ આવેલ ટ્રાવેલ્સ જાહેર રોડ પર રાહદારીઓને અડચણરૂપ પાર્ક કરવામાં આવતી હતી. ટ્રાવેલ્સની ઓફિસોના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ઓફિસો ઉભી કરી દેવામાં આવી હતી. જેને લઈને અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તે છતાં પણ ટ્રાવેલ્સની ઓફીસોના માલિકો દ્વારા સતત આ નોટિસની અવગણના કરવામાં આવી હતી.
ગેરકાયદેસર બનાવેલા ઓટલા દૂર કરવામાં આવ્યા
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગ અને પૂર્વ ટ્રાફિક પોલીસના જી ડિવિઝન ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મેમ્કો ચાર રસ્તા તેમજ રામેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસો ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાંધકામ તેમજ જાહેર રોડ ઉપર ટ્રાવેલ્સોનું પાર્કિંગ કરી ટ્રાફિકમાં અડચણરૂપ કરવા બદલ 14 જેટલી ટ્રાવેલ્સની ઓફિસોને સીલ કરી દેવામાં આવી હતી. તેમજ ગેરકાયદેસર બનાવેલા ઓટલા વગેરેને દૂર કરવામાં આવ્યા હતા.
કઈ કઈ ઓફિસો સીલ કરાઈ
રાણા ટ્રાવેલ્સ
એ.એસ. રાઠોડ ટ્રાવેલ્સ
મા વૈષ્ણો ટ્રાવેલ્સ
બાલાજી ટ્રાવેલ્સ
જય બાકે બિહારીએસ.એસ. તોમર ટ્રાવેલ્સ
કે.બી.બી.એસ. ટ્રાવેલ્સ
જે.એસ.ટી. તોમર ટ્રાવેલ્સ
ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ
સત્યમ ટ્રાવેલ્સ
મા વૈષ્ણો સત્યમ ટ્રાવેલ્સ
એસ.એસ. તોમર & કલ્પના ટ્રાવેલ્સ
બધેલ ટ્રાવેલ્સ
જે.એસ. તોમર ટ્રાવેલ્સ
ધર્મેન્દ્ર ટ્રાવેલ્સ
આ પણ વાંચોઃદેશભરમાં શનિવારે ડોક્ટરોની હડતાળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપ્યું એલાન