બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમ રદ્દ કરાયો
અમદાવાદ, 28 ડિસેમ્બર : આગામી 30 ડિસેમ્બરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે BCGની રાજ્ય યાદીમાં નવા નોંધાયેલા વકીલો માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ હવે રદ્દ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
પૂર્વ PM મનમોહન સિંહનું નિધન થતાં કાર્યક્રમ રદ્દ કરાયો
આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલે એક વીડિયોના માધ્યમથી જાહેરાત કરી હતી કે, દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થયું છે. જેના પગલે દેશમાં એક સપ્તાહનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આ શોકના પગલે બાર કાઉન્સિલના હોદ્દેદારો સાથે વિચાર વિમર્શ કરી કાર્યક્રમ હાલ પુરતો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના હતા
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, બીસીઆઈના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય મનનકુમાર મિશ્રા, સોલિસીટર જનરલ તુષાર મહેતા, રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેવાના હતા.
આ પણ વાંચો :- 2025માં ક્યાં રોકાણ કરવાથી મળશે બમ્પર રિટર્ન? સોનું, ચાંદી, શેર કે મ્યુચ્યુઅલ ફંડ