ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં તબિયતના નામે દારૂ પીનારા પરમિટ ધારકોની સંખ્યા વધી

Text To Speech
  • અંદાજે લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા 43 હજાર આસપાસ
  • તબિયતના નામે દારૂ પીનારા અમદાવાદ, સુરતમાં વધુ
  • ગુજરાતમાં 69 સ્ટોરેજના જ્યારે 76 વેચાણના પરવાનેદારો

ગુજરાત સરકારે વિદેશી દારૂના વેચાણ માટે પરવાના આપ્યા છે. વર્ષ 2022-23ના અરસામાં વિદેશી દારૂના વેચાણથી સરકારને 78.14 કરોડ જેટલી આવક થઈ છે. એ પહેલાં વર્ષ 2021-22માં 69.80 કરોડની આવક થઈ હતી. એકંદરે વિદેશી દારૂના વેચાણથી રાજ્ય સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી ઘટી, જાણો કેટલો વધ્યો તાપમાનનો પારો 

તબિયતના નામે દારૂ પીનારા અમદાવાદ, સુરતમાં વધુ

ગુજરાતમાં અત્યારે અંદાજે લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા 43 હજાર આસપાસ છે. એમાંય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં તબિયતના નામે દારૂ પીનારાની સંખ્યા વધારે છે. અનિદ્રા સહિતના વિવિધ કારણસર દારૂની હેલ્થ પરમિટ અપાતી હોય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ને ચિંતા વધારી, કેસ જાણી રહેશો દંગ

ગુજરાતમાં 69 સ્ટોરેજના જ્યારે 76 વેચાણના પરવાનેદારો

ગુજરાતમાં માર્ચ 2023ની સ્થિતિએ વિદેશી દારૂ અને બિયરના વેચાણ પરવાનેદારોની સંખ્યા 76 જેટલી છે જ્યારે સંગ્રહના 69 પરવાનેદારો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 19 સંગ્રહ અને 19 વેચાણ પરવાનેદારો છે. વેચાણ પરવાનેદારોમાં અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર શહેરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, સુરત શહેરમાં 5, સુરત જિલ્લામાં 1, ભરૂચમાં 4, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં 7-7, રાજકોટ જિલ્લામાં 2, આણંદ શહેરમાં 3, આણંદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 2, ભાવનગર જિલ્લામાં 1, કચ્છ-ભૂજમાં 7 પરવાનેદારો છે.

Back to top button