ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં નક્સલવાદ પ્રભાવિત જિલ્લાની સંખ્યા ઘટીને માત્ર છ થઈ ગઈઃ અમિત શાહ

HD ન્યુઝ ડેસ્ક, ૧ એપ્રિલ: 2025: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું છે કે નક્સલમુક્ત ભારતના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરતા, ભારતે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટાડીને ફક્ત 6 કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને 6 થઈ ગઈ છે, જે ભારતને નક્સલમુક્ત બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ છે.

એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અને સર્વાંગી વિકાસ માટે અથાક પ્રયાસો સાથે એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દેશમાં નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની કુલ સંખ્યા 38 હતી. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 12 હતી, જે ઘટીને 6 થઈ ગઈ છે. તેમજ જે જિલ્લાઓને લઈને ચિંતા વધુ હતી તેવા જિલ્લાઓની સંખ્યા 9થી ઘટીને 6 થઈ ગઈ છે. અન્ય નક્સલવાદી-અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 17 હતી, તે પણ ઘટીને 6 થઈ ગઈ છે.

કુલ નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓમાંથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને 6 થઈ ગઈ છે. જેમાં છત્તીસગઢના 4 જિલ્લાઓ (બીજાપુર, કાંકેર, નારાયણપુર અને સુકમા), ઝારખંડનો 1 જિલ્લો (પશ્ચિમ સિંહભૂમ) અને મહારાષ્ટ્રનો 1 જિલ્લો (ગઢચિરોલી)નો સમાવેશ થાય છે.

તેવી જ રીતે કુલ 38 પ્રભાવિત જિલ્લાઓમાંથી સૌથી વધુ ચિંતાજનક જિલ્લાઓની સંખ્યા જ્યાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત સંસાધનોની વધારાની સઘન જોગવાઈ જરૂરી છે. અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 9 થી ઘટીને 6 થઈ ગઈ છે. આ 6 જિલ્લાઓ છે – આંધ્ર પ્રદેશ (અલ્લુરી સીતારામ રાજુ), મધ્ય પ્રદેશ (બાલાઘાટ), ઓડિશા (કાલાહાંડી, કંધમાલ અને મલકાનગિરી) અને તેલંગાણા (ભદ્રાદ્રી-કોથાગુડેમ) છે.

નક્સલવાદ સામે સતત કાર્યવાહીને કારણે અન્ય LWE પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ 17 થી ઘટીને 6 પર આવી ગઈ છે, જેમાં છત્તીસગઢ (દંતેવાડા, ગરિયાબંદ અને મોહલા-માનપુર-અંબાગઢ ચોકી), ઝારખંડ (લાતેહાર), ઓડિશા (નુઆપાડા) અને તેલંગાણા (મુલુગુ)નો સમાવેશ થાય છે.

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ અને ડિસ્ટ્રિક્ટ ઓફ કન્સર્ન જિલ્લાઓના ભારત સરકાર દ્વારા વિશેષ યોજના, વિશેષ કેન્દ્રીય સહાયતા (SCA) અંતર્ગત જાહેર માળખાકીય સુવિધાઓમાં વ્યાપ્ત અંતરાળને ભરવા માટે ક્રમશઃ 30 કરોડ અને 10 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે અને આ ઉપરાંત આ જિલ્લાઓ માટે જરુરિયાત મુજબ વિશેષ પ્રોજેક્ટની પણ જોગવાઈ છે.

છેલ્લા એક વર્ષમાં LWE પરિસ્થિતિમાં ઝડપી સુધારો મુખ્યત્વે બળવાખોરીથી પ્રભાવિત મુખ્ય વિસ્તારોમાં નવી સુરક્ષા શિબિરોની સ્થાપના અને રસ્તાઓનું વિસ્તરણ, પરિવહન સુવિધાઓ, પાણી, વીજળી અને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ જેવા વિકાસલક્ષી કાર્યોને કારણે છે જે ગ્રામજનો સુધી પહોંચે છે.

આ પણ વાંચો..દેશની 600થી વધુ ખાનગી હોસ્પિટલ આયુષ્ય ભારત યોજનામાંથી બહાર નીકળી ગઈ, ગુજરાત સૌથી મોખરે

Back to top button