ગુજરાત

રાજ્યમાં સિહોની સંખ્યા 674, છેલ્લા બે વર્ષમાં આટલા સિંહોના મોત થયા !

Text To Speech

વિધાનસભા ગૃહમાં ગીરમાં વસતા સિંહની સંખ્યા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકારે સિંહોની વસ્તી બાબતે જવાબ આપ્યો હતો. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સિહોની સંખ્યા 674 છે.

આ પણ વાંચો : આ બોલિવૂડ ગીતો વિના હોળીની મજા અધૂરી છે, તરત જ તમારી પ્લેલિસ્ટમાં ઉમેરો
સિંહ - Humdekhengenewsગુજરાત રાજ્યમાં ગીરના સિંહની સંખ્યા બાબતે 2020ની વસ્તી ગણતરીના આધારે 674 છે. જેમાં માદા સિંહની સંખ્યા 309 છે, જ્યારે નર સિંહની સંખ્યા 206, બચ્ચા 29 અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની સંખ્યા 130 નોધાઇ છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ વર્ષ 2020ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં 151નો વધારો થયો છે.સિંહ - Humdekhengenewsરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ જવાબ પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે 325 સિંહના મોત થયા છે. જેમાં સૌથી વધુ સિંહના બચ્ચાના મોત થયા છે. બે વર્ષમાં 180 સિંહના બચ્ચના મોત થયા છે. જ્યારે નર સિંહની વાત કરવામાં આવે તો 73 મોત થયા છે. આ ઉપરાંત 71 માદા સિંહની કુદરતી રીતે મોત થયા છે. આ ઉપરાંત ઓળખ ન થઈ હોય તેવા 01 સિંહનું કુદરતી રીતે મોત થયુ છે. સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત થયા છે. જેમાં નર સિંહ 10, માદા સિંહ 18, બચ્ચા 13 અકુદરતી રીતે મોત થયુ છે. અકુદરતી રીતે મોત થવાના અનેક કારણો છે જેવા કે કુવામાં પડવાથી, અકસ્માત થવાથી, કરંટ લાગવાથી, હત્યા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે.

Back to top button