ગુજરાત

રાજ્યમાં સિંહની સંખ્યામાં 30નો વધારો થયો, રાજ્ય સરકારે વિધાનસભામાં આપી વિગતો

Text To Speech

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગૃહમાં વિવિધ વિષયોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિધાનસભામાં સત્ર દરમિયાન રાજ્યમાં વસતા સિંહ અંગેની ચર્ચા કરવામા આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે રાજ્યમાં સિંહની સંખ્યામાં 30નો વધારો થયો છે.

રાજ્યમાં સિંહની સંખ્યામાં 30નો વધારો થયો

આજે વિધાનસભાના સત્ર દરમિયાન સિંહોની વસ્તીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમા રાજ્ય સરકારે રાજ્યમાંં સિહોની વસ્તીને લઈને માહીતી આપી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે રાજ્યમાં સિંહની સંખ્યામાં 30નો વધારો થયો છે. તેમજ રાજ્ય સરકારે રાજ્યમાં સિંહના મોત અંગે પણ માહિતી આપી હતી.

રાજ્યમાં સિંહોની વસ્તી-humdekhengenews

રાજ્યમાં સિંહોના મોત અંગે આપી આ જાણકારી

વિધાનસભા ગૃહમાં સરકારે રાજ્યમાં સિંહના મોત અંગે જવાબ આપતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં વર્ષ 2021 દરમિયાન 32 સિંહમાંથી 5 સિંહનાં અકુદરતી મોત નિપજ્યા હતા. તેમજ 31 સિંહણમાંથી 6 સિંહણ અને 61 સિંહબાળમાંથી 2 સિંહ બાળનાં અકુદરતી મોત નિપજ્યા હતા.

સિંહોના મોત અંગે આંકડાકીય માહીતી

રાજ્ય સરકારે સિંહોના મોત અંગેના આંકડા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે રાજ્યમાં વર્ષ 2022માં 21 સિંહમાંથી 3 સિંહનાં અકુદરતી મોત નિપજ્યા હતા. જ્યારે 28 સિંહણમાંથી 4 સિંહણનાં અકુદરતી મોત નિપજ્યા હતા. તેમજ 62 સિંહબાળમાંથી 6 સિંહબાળનાં અકુદરતી મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો : રાજયમાં તમામ તાલુકા મથકોએ અદ્યતન સુવિધાઓ વાળા ગ્રંથાલય ઉભા કરાશે : સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા

Back to top button