ગુજરાતના આ શહેરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ડરાવનારી
- રાજ્યમાં હૃદયરોગના દર્દીઓનો રાફડો ફાટ્યો
- હર્દય સંબંધિત બીમારીઓનો આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પાર
- છેલ્લા 10 માસમાં 2646 દર્દીઓએ લીધી સારવાર
ગુજરાતના રાજકોટ શહેરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ડરાવનારી છે. જેમાં રાજકોટમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમાં રાજકોટમાં હાર્ટ ડિસીઝ સાથે હાર્ટ એટેકના મામલાઓમાં પણ વધ્યા છે. રાજ્યમાં હૃદયરોગના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. બીજી બાજુ આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોપડે હર્દય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પાર થઈ ગયો છે.
આ પણ વાંચો: ગુજરાત: અંબાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી
છેલ્લા 3 વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી છે. વર્ષ 2021માં 1879 દર્દીઓ, વર્ષ 2022માં 2426 દર્દીઓ અને વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીઓની સારવાર લીધી હતી. આવું હોસ્પિટલમાં સત્તાવાર રીતે આંકડાઓમાં સામે આવ્યું છે. કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે.
આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો
નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો વ્યાપક બન્યો, દર્દીઓની સંખ્યા જાણી ચોંકી જશો
સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા
તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા.