ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ફેમિલી ડોક્ટર્સ પ્રેક્ટિસનું પ્રમાણ ઘટ્યું, આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • છેલ્લા 15થી 20 વર્ષમાં ખૂબ ઓછા એમબીબીએસ ફેમિલી ડોક્ટર પ્રેક્ટિસમાં
  • ફેમિલી ડોક્ટર્સ પ્રેક્ટિસનું પ્રમાણ 80-85 ટકા હતું તે 12 ટકાએ પહોંચ્યું
  • તબીબોના યોગદાનના માનમાં આજે વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે

19મી મે એ વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવે છે, અલબત્ત, અત્યારના સમયમાં ધીમે ધીમે ફેમિલી ડોક્ટરનું પ્રમાણ ઓછું થતું જઈ રહ્યું છે, તબીબોના કહેવા પ્રમાણે વર્ષ 1980-90 પહેલાં ફેમિલી ડોક્ટર 80થી 85 ટકા હતા અને માત્ર 10થી 15 ટકા ડોક્ટર કન્સલ્ટન્ટ હતા, આજે 80થી 85 ટકા ડોક્ટર્સ કન્સલ્ટન્ટ છે અને માત્ર 12 ટકા જેટલા ફેમિલી ડોક્ટર તરીકે સેવા આપે છે.

આ પણ વાંચો: બાગેશ્વર બાબાનો ગુજરાતમાં દિવ્ય દરબાર લાગતા મતમતાંતર

છેલ્લા 15થી 20 વર્ષમાં ખૂબ ઓછા એમબીબીએસ ફેમિલી ડોક્ટર પ્રેક્ટિસમાં

છેલ્લા 15થી 20 વર્ષમાં ખૂબ ઓછા એમબીબીએસ ફેમિલી ડોક્ટર પ્રેક્ટિસમાં બેઠા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ફેમિલી ડોક્ટર્સનું પ્રમાણ ઘટયું છે. ફેમિલી ડોક્ટર જે તે દર્દીના પરિવારની પરિસ્થિતિ અને પરિવારના સભ્યોથી પરિચિત હોય છે, ફેમિલી ડોક્ટર દરેક કુટુંબને અંગત રીતે ઓળખતા હોય છે, તેઓ દર્દીઓના દર્દને ઓછી દવાથી, ઓછા ઈન્વેસ્ટિગેશન કરાવીને અને નજીવા દરે સાજા કરે છે, તેઓ દરેક કુટુંબના લગભગ ત્રણથી ચાર પેઢી સાથે સંકળાયેલા હોય છે.

આ પણ વાંચો: ગુજરાત: હવે એક જ ગામમાં જંત્રીના દરોમાં અસમાનતા દૂર થશે 

કોરોના વખતે પણ મોટી હોસ્પિટલોમાં દર્દી પહોંચે તે પહેલાં ફેમિલી ડોક્ટરો પાસે જતાં

સામાન્ય રીતે દર્દીઓ સૌપ્રથમ ફેમિલી ડોક્ટર પાસે જતા હોય છે, તેમની સલાહ આધારે અન્યત્ર પણ સારવાર કરાવતાં હોય છે. ડોક્ટરોની ભૂમિકા અને યોગદાન માટે દર વર્ષે ફેમિલી ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે, કોરોના વખતે પણ મોટી હોસ્પિટલોમાં દર્દી પહોંચે તે પહેલાં ફેમિલી ડોક્ટરો પાસે મોટા ભાગના દર્દીએ સલાહ લીધી હતી.

Back to top button