ગુજરાતના આ જિલ્લામાં કોલેરા પોઝિટિવની સંખ્યામાં થયો વધારો, તંત્ર દોડતુ થયુ
- દહેગામમાં કોલેરાના કુલ કેસોની સંખ્યા પાંચ અને જિલ્લામાં આઠ પર પહોંચી
- ચાર બાળકને કોલેરાનો રોગચાળો જોવા મળતા દહેગામનું તંત્ર દોડતુ થયુ
- ડોર ડોર ટુ ડોર સર્વે કરીને ઝાડા ઉલટીની અસર વાળા દર્દીઓની તપાસ કરાઇ
ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કોલેરા પોઝિટિવની સંખ્યામાં વધારો થયો છે. જેમાં તંત્ર દોડતુ થયુ છે. ત્યારે દહેગામમાં વધુ 2 બાળકો કોલેરા પોઝિટિ આવ્યા છે. જેમાં જિલ્લામાં કુલ આંક આઠ ઉપર પહોંચ્યો છે. તેથી ખાણીપીણી બજાર સંપૂર્ણ બંધ કરી દેવાયું છે. તેમજ આરોગ્યની 45 ટીમો સર્વે માટે ઉતારાઇ છે. માત્ર દહેગામમાં જ કોલેરાના 5 કેસ નોંધાયા છે. બે કિલોમીટર એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ છે.
આ પણ વાંચો: ગુજરાત: ગાંધીનગરમાં 2 ભોજનાલય અને 1 સ્કૂલ મળી 3 મિલકતો સીલ કરાઇ
દહેગામમાં કોલેરાના કુલ કેસોની સંખ્યા પાંચ અને જિલ્લામાં આઠ પર પહોંચી
ખાડાવિસ્તારમાં ચાર ચાર બાળકને કોલેરાનો રોગચાળો જોવા મળતા દહેગામનું તંત્ર દોડતુ થઇ ગયુ છે. દહેગામ શહેરમાં આવેલા એસટી બસસ્ટેશન પાછળ આવેલા ખાડાવિસ્તારમાં રહેતા શ્રમિક પરીવારના બે બાળકોને ગત 28 મી અને 29 મીએ ઝાડા ઉલટીની અસર થયા બાદ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન બંનેનો રીપોર્ટ કોલેરા પોઝિટીવ આવતા જીલ્લા અને તાલુકાનુ તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાડા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સર્વે અને પાણીના સુપર ક્લોરિનેશનની કામગીરી શરુ કરવા માટે આરોગ્યની ટીમો ઉતરી પડી હતી.
બંને બાળકો પણ શંકાસ્પદ હોય સારવાર માટે દાખલ કરાયા
જ્યારે ખાડાવિસ્તારમાં ગઇકાલે વધુ એક કિશોરી સહીત બે બાળકોને ઝાડા ઉલટીની અસર થઇ હતી અને આ બંને બાળકો પણ શંકાસ્પદ હોય સારવાર માટે દાખલ કરાયા હતા. તે બંને બાળકોનો રીપોર્ટ પણ કોલરા પોઝિટીવ આવતા ખાડાવિસ્તારમાં કોલેરાના કુલ ચાર કેસ નોંધાયા છે. જ્યારે ગેલશાહ વિસ્તારમાં પણ એક વૃદ્ધાનો કોલેરા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે જ દહેગામમાં કોલેરાના કુલ કેસોની સંખ્યા પાંચ અને જિલ્લામાં આઠ પર પહોંચી છે.
ચાર બાળકને કોલેરાનો રોગચાળો જોવા મળતા દહેગામનું તંત્ર દોડતુ થયુ
ખાડાવિસ્તારમાં ચાર ચાર બાળકને કોલેરાનો રોગચાળો જોવા મળતા દહેગામનું તંત્ર દોડતુ થઇ ગયુ છે. ખાડાવિસ્તારને ગઇકાલે બપોરથી જ સજ્જડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાડા વિસ્તારમાં મટનની દુકાનો તેમજ ખાણીપીણી બજારને બંધ કરાવાયા બાદ મોડી સાંજે શહેરના બજારને પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. રોડ ઉપર ધમધમતી લારીઓ, ખાણીપીંણીના તમામ સ્ટોલ મોડી સાંજે દહેગામ પોલીસની ગાડીઓ સાથે સજ્જડ બંધ કરી દેવાયા હતા. આરોગ્યની ટીમોએ 2 કિલોમીટરના એરીયામાં 45 ટીમો બનાવીને સર્વે શરૂ કર્યો છે. જેમાં ડોર ડોર ટુ ડોર સર્વે કરીને ઝાડા ઉલટીની અસર વાળા દર્દીઓની તપાસ કરાઇ હતી. આવા દર્દીઓની માહિતી મેળવીને તાત્કાલીક સારવાર માટે આરોગ્યતંત્ર કામે લાગ્યુ હતુ.