ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં આરોપીઓનો આંકડો વધ્યો

  • ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં આરોપીનો આંક 36ને આંબ્યો
  • 15 કૌભાંડીના નામ ભરતનગરમાં નોંધાયેલ એફઆઈઆરમાં
  • 21 આરોપીઓના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા

ભાવનગર ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં વધુ એક તરસરા ગામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ડમીકાંડમાં સીટની તપાસ દરમિયાન 36 કૌભાંડી ઝપટે ચડયા છે. કૌભાંડમાં ઝડપાયેલા પંડયા બ્રધર્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. તથા અન્ય 21ના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા.

આ પણ વાંચો: ઘરેલુ હિંસાના કેસમાં મહિલાઓને હાઇકોર્ટે આપી મોટી રાહત

ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં આરોપીનો આંક 36ને આંબ્યો

ભાવનગરના બહુચર્ચિત ડમી પરીક્ષાર્થી કૌભાંડના મામલે બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ અને તેના ભાઈને ઝડપી પાડી રિમાન્ડ મેળવાયા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કરાયા બાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઉક્ત મામલે વધુ એક તળાજા તાલુકાના પિપરલા ગામના શખ્સને ઝડપી પડતા કુલ આંક 36ને આંબ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના 8,764 હજયાત્રીઓની ગો-ફસ્ટે ટેન્શન વધારી 

21 આરોપીઓના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા

ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં બે દિવસ પૂર્વે ઉક્ત ગુનામાં બગદાણા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિનેશ બટુકભાઈ પંડયા અને તેના ભાઈ ભદ્રેશ પંડયા (રે. બન્ને પીપરલા તા. તળાજા)ના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડયાએ તેના સગાભાઈ ભદ્રેશ પંડયાના બદલે ડમી પરીક્ષાર્થી બની સાલ 2022-23માં સેનેટરી ઈન્સ્પેકટની પરીક્ષા આપી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે બન્નેને સકંજામાં લઈ લેવામાં આવ્યા હતા. અને બન્ને પંડયા બ્રધર્સને રિમાન્ડની માંગણી સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બન્નેના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઈ. ભરવાડ સહીતના સ્ટાફે તેને કોર્ટમાં રજુ કર્યા હતા. જેને લઈ કોર્ટે બન્નેને જેલહવાલે કરવાનો હુકમ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો: ધોરણ.12 પછીના ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર 

15 કૌભાંડીના નામ ભરતનગરમાં નોંધાયેલ એફઆઈઆરમાં

ડમીકાંડની તપાસ દરમિયાન વધુ એક શખ્સ શંકાના પરિધમાં આવ્યા બાદ તળાજા તાલુકાના તરસરા ગામના મનોજ પ્રાગજીભાઈ બારૈયાને ઝડપી પાડયો હતો. છેલ્લા એક માસથી ચાલતી તપાસ દરમિયાન અત્યાર સુધી કુલ 36 આરોપીને ડમીકાંડમાં ઝડપી લેવાયા છે. જે પૈકી 15 કૌભાંડીના નામ ભરતનગરમાં નોંધાયેલ એફઆઈઆરમાં નામ જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય 21ના તપાસ દરમિયાન નામ ખૂલવા પામ્યા હતા.

Back to top button