ગુજરાતની 11 બેઠકો પર મતદારોની નો-રીપીટ થિયરી, દર પાંચ વર્ષે બદલાય છે પ્રતિનિધિ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો વચ્ચે ખળભળાટ તેજ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસ ટિકિટની વહેંચણી માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે સક્રિય બનતા ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ તેમની અનામત બેઠકો સિવાય તે બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં તેમને અગાઉની ચૂંટણીઓમાં ઓછી લીડ મળી હતી. પરંતુ રાજ્યની 11 બેઠકો એવી છે જે બંને પક્ષોનું ગણિત બગાડે છે અને લોકો દર પાંચ વર્ષે પોતાના પ્રતિનિધિને બદલે છે. ગુજરાતની આ 11 બેઠકો પર નાગરિકો એકપણ ધારાસભ્યને સતત સત્તાનો સ્વાદ ચાખવા દેતા નથી દરેક ચૂંટણીમાં લોકો દ્વારા નવા ધારાસભ્યને ચૂંટવામાં આવે છે.
કઈ – કઈ બેઠકોમાં દર પાંચ વર્ષે બદલાઈ છે ઉમેદવાર ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ 11 બેઠકો ધ્રાંગધ્રા, જામજોધપુર, વડગામ, કાંકરેજ, કડી(એસસી), ધંધુકા, ઉમરેઠ, કરજણ(એસસી), છોટાઉદેપુરનું જેતપુર(એસટી), દેડિયાપાડા(એસટી) અને જંબુસર છે જ્યાં લોકો દર પાંચ વર્ષે પોતાના પ્રતિનિધિને બદલે છે. જો કોઈ પક્ષ કે ઉમેદવાર સારા માર્જિનથી જીતે તો પણ તે ઉમેદવાર કે પક્ષનું બીજી ચૂંટણીમાં પુનરાવર્તન થતું નથી. એકવાર સત્તામાં આવ્યા પછી, ભાજપ અથવા કોંગ્રેસ પાંચ વર્ષના વનવાસ ભોગવ્યા બાદ જ સત્તામાં પાછા આવે છે.
દેડિયાપાડા(ST)
જેતપુર (ST)
કરજણ (SC)
ઉમરેઠ
ધંધુકા
કડી (SC)
કાંકરેજ
વડગામ
જામજોધપુર
જંબુસર
ધ્રાંગધ્રા