ટ્રેન્ડિંગમનોરંજન

કોફી વીથ કરણની આગામી સિઝનમાં આ સ્ટાર જોડીઓના ખુલી શકે છે રાઝ….

Text To Speech

બોલિવુડના બિગ ડેડી તરીકે ઓળખાતા કરણ જોહરના ટીવી શો કોફી વીથ કરણની નવી સિઝન ફરી ચાલુ થવાની છે. આ સિઝન બે મહિના પછી ઓન એર થશે.  ભૂતકાળમાં નેપોટિઝમ સહિતના વિવાદોમાં ખરડાઇ ચુકેલો કરણ જોહર આ વખતે પણ સ્ટારકિડ્ઝ આસપાસ જ શો રજૂ કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર કરણ જોહરના આ શોમાં બોલિવૂડનાં કેટલાંક ન્યૂલી મેરિડ કપલ સાથે આવે તેવી સંભાવના છે.  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તથા વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્ન જીવનની શરૂઆત ના દિવસો ની વાત કરણના શોમાં રજૂ કરી શકે છે.  આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા કલાકારોને પણ શોમાં સ્થાન મળી શકે છે.

Back to top button