આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડી શકે છે, રાજ્યના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી


ગાંધીનગરઃ રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીનું જોર વધશે
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે.
આ સાથે આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે.
સૌથી વધુ ઠંડી નલિયામાં
નલિયામાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચૂકી છે. શીત નગરીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. ભુજનું 13.6 અને કંડલાનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે.
