આવનારા 44 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, શનિની ચાલ બનાવશે માલામાલ
- 18 ઓગસ્ટ, 2024ના રોજ શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે, જાણો શનિની ચાલ કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયનો દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ તેના કર્મોના આધારે વ્યક્તિને સારા અને ખરાબ ફળ આપે છે. શનિદેવ ખૂબ જ ધીમી ચાલ ચાલે છે. એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. જેના કારણે વ્યક્તિ પર શનિની શુભ અને અશુભ અસર લાંબા સમય સુધી રહે છે. વર્ષ 2024માં શનિદેવ આખું વર્ષ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે, પરંતુ સમયાંતરે નક્ષત્ર બદલાતું રહેશે. 6 એપ્રિલે શનિદેવે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. 12 મેના રોજ શનિદેવ પૂર્વાભાદ્રપદના બીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે અને હવે 18 ઓગસ્ટ, 2024ના રોજ તે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે. 3 ઓક્ટોબર સુધી તેઓ આ જ તબક્કામાં રહેશે. જાણીએ શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિની કિસ્મત બદલાશે?
મિથુન રાશિ
ઓગસ્ટ મહિનામાં શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સકારાત્મકતા વધશે.લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે.કરિયરમાં નોંધપાત્ર સફળતા મળશે.નોકરીયાત લોકોને પ્રગતિની નવી તકો મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
કન્યા રાશિ
શનિ ચાલ બદલીને કારકિર્દીની બાધા દૂર કરશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી નોકરી અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ કરશો. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે.લાંબા સમયથી અટવાયેલા નાણા પાછા મળશે. તમને દરેક કાર્યનું ઇચ્છિત પરિણામ મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને શનિના ગોચરથી મહાલાભ થશે. આ સમયગાળા દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશી આવશે. નોકરી-વ્યવસાયમાં
પ્રગતિની ઘણી સુવર્ણ તકો મળશે.
આ પણ વાંચોઃ શનિ-સૂર્ય મળીને આ રાશિઓની લાઈફમાં મચાવશે હલચલ, જાણો કોના માટે શુભ?