ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગ મામલે આવ્યા રાહતના સમાચાર
- સ્વાઈન ફ્લૂનો રોગ અત્યારે સંપૂર્ણ નિયંત્રણ હેઠળ
- તામિલનાડુમાં 3 અને હરિયાણામાં 2 દર્દીનાં મોત
- સાત મહિનામાં માંડ 109 દર્દી સામે આવ્યા
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના રોગ મામલે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂ કાબૂમાં છે. તેમજ સાત મહિનામાં માંડ 109 દર્દી સામે આવ્યા છે. તથા એકનું મોત થયુ છે. ગત વર્ષ 2022માં 71 દર્દીએ જીવ ગુમાવ્યા હતા. રાજ્યમાં ગત વર્ષે રોજના 5થી 6 નવા કેસ આવતાં હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ચોરીના 63થી વધુ ગુના ઉકેલાશે, રીઢો ચોર ઝડપાયો
તામિલનાડુમાં 3 અને હરિયાણામાં 2 દર્દીનાં મોત
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો રોગ અત્યારે સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, કેલેન્ડર વર્ષ 2023ના સાત મહિનામાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કુલ 109 દર્દીએ હોસ્પિટલ બિછાને સારવાર લીધી છે, જે પૈકી એક દર્દીનું મોત થયું છે. છેલ્લા બે મહિનાના અરસામાં ગુજરાતમાં અંદાજે નવા ત્રણેક કેસ જ સામે આવ્યા છે. ગત વર્ષ 2022માં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના 2,147 દર્દી નોંધાયા હતા, જે પૈકી 71 દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: નવા GST નંબર માટે બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે
સાત મહિનામાં 109 દર્દી એચ1એન1- સ્વાઈન ફ્લૂના નોંધાયા
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા હતા, એટલું જ નહિ પરંતુ આ દર્દીઓમાં મોટા ભાગના દર્દીને ઓક્સિજન સહારે સારવાર આપવાની ફરજ પડી હતી. નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નવા ડેટા પ્રમાણે 31મી જુલાઈ સુધીમાં એટલે કે સાત મહિનામાં 109 દર્દી એચ1એન1- સ્વાઈન ફ્લૂના નોંધાયા છે. આ અરસામાં દેશમાં કુલ 2,783 દર્દી આવ્યા છે, જે પૈકી 52 દર્દીએ જીવ ગુમાવ્યા છે.