આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડશ્રી રામ મંદિર

ન્યૂઝીલેન્ડના મંત્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

Text To Speech
  • અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ન્યૂઝીલેન્ડ, 21 જાન્યુઆરી: ન્યૂઝીલેન્ડના રેગ્યુલેશન મિનિસ્ટર ડેવિડ સિમોર રામ મંદિર સમારોહને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીને અભિનંદન આપતાં તેમણે કહ્યું, “સમગ્ર ભારતને જય શ્રી રામ! આ ભવ્ય સ્મારકની ઉજવણી પર ભારતના તમામ લોકોને, ખાસ કરીને પીએમ મોદીને અભિનંદન. પીએમના નેતૃત્વમાં આ રામ મંદિરનું નિર્માણ 500 વર્ષ પછી શક્ય બન્યું છે અને તે હજારો વર્ષ સુધી ચાલશે. આ એ વાતનો પુરાવો છે કે મનુશ્ય ધારે એ કરી શકે છે.”

 

તેમણે વધુમાં કહ્યું, “હું PM મોદીના સાહસ, જ્ઞાન અને હિંમતની પ્રશંસા કરું છું કારણ કે તેઓ આજે વિશ્વના પડકારોનો સામનો કરવામાં ભારતના એક અબજથી વધુ લોકોને મદદ કરી રહ્યા છે. હું આશા રાખું છું કે તેમની તાકાત અને વિશ્વાસ એમ જ રહે. હું રામ મંદિરના દર્શન કરવા ઈચ્છું છું. હું ખૂબ જ ખુશ છું કે મને ભારતના આ મહાન અવસર પર બોલવાની તક મળી.

  • જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ નજીક આવી રહ્યો છે તેમ ભારતથી દૂર વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારતીયો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઊજવણી પોત-પોતાની રીતે કરી રહ્યા છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું અમેરિકામાં લાઈવ પ્રસારણ કરાશે

સિડનીમાં રહેતા ભારતીયોએ શનિવારે (20 જાન્યુઆરી, 2024) કાર રેલીનું આયોજન કરીને રામ મંદિરની ઉજવણી કરી હતી. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું અમેરિકાના સૌથી મોટા શહેર ન્યુયોર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર ખાતે જીવંત (લાઈવ) પ્રસારણ કરવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં અમેરિકાના ન્યુ જર્સીમાં ભારતીયોએ કાર રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં 350 થી વધુ કાર સહિત ભારતીયો ‘રામ સિયા રામ જય રામ’ ગાતા રસ્તા પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ગોધરાકાંડનો ભોગ બનનાર 19 કાર સેવકોના પરિવાર રામ મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી

Back to top button