ટ્રેન્ડિંગ

TATA Nexonનું નવું વેરિયન્ટ જે આપશે મહિન્દ્રા XUV 3XOને સીધી ટક્કર

Text To Speech
  • ટાટાએ મહિન્દ્રાની XUV 3XOને ટક્કર આપવા લોન્ચ કર્યું નેક્શોનનું નવુ વેરિયન્ટ
  • ડીઝલ એન્જિન ધરાવતી નેક્સોનના બે નવા એન્ટ્રી-લેવલ વેરિએન્ટ સ્માર્ટ+ અને સ્માર્ટ+ S પણ થશે લોન્ચ
  • ટાટા નેક્શોના બેઝ-સ્પેક સ્માર્ટ (O) પેટ્રોલ વેરિએન્ટની 7.99 લાખ છે એકસ-શો રુમ કિંમત

HD ન્યુઝ ડેસ્ક, 11 મે: મહિન્દ્રા દ્વારા તાજેતરમાં જ તેની નવી કોમ્પેક્ટ એસયુવી XUV 3XO ભારતમાં લોન્ચ કરવામા આવી છે, જેની  પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 7.49 લાખ રૂપિયા છે. જ્યારે હવે ટાટા મોટર્સ નેક્સોન એસયુવીના નવા એન્ટ્રી-લેવલ વેરિએન્ટને લોન્ચ કરીને આ નવી મહિન્દ્રા એસયુવીને ટક્કર આપવા માટેતૈયાર છે. કેમકે ટાટાની પોપ્યુલર કોમ્પેક્ટ એસયુવી નેક્શોન એક નવા બેઝ-સ્પેક સ્માર્ટ (O) પેટ્રોલ વેરિએન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. જેની એક્સ શો-રુમ કિંમત લગભગ 7.99 લાખ રુપિયા છે.

નવા વેરિયન્ટ્સના ખાસ ફિચર્સ

ટાટાએ આ નેક્શોનના આ નવા મોડલમાં ન્યુ એન્ટ્રી લેવલ પેટ્રોલ 6 વેરિયન્ટમાં એરબેગ, ઈએસપી, લીડ હેડલેમ્પ, લીડર ડીઆરએલસ લીડ ટેલેમ્પ, ડ્રાઇવ મોડ, ઇલ્યુમિનેટેડ લોગો સાથે ટ્વીન-સ્પોક સ્ટીયરીંગ વ્હીલ, ફ્રન્ટ પાવર વિન્ડો અને રિવર સેન્સર સેન્સર જેવા ફિચર્સ આપ્યા છે.

માર્કેટમાં બે  પાવરટ્રેન વિક્લપ ઉપલબ્ધ

ટાટા નેક્શોન બે પાવરટ્રેન વિકલ્પની સાથે માર્કેટમાં બે વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, જેમાં એક 1.2 લીટર ટર્બો-પેટ્રોલ અને 1.5 ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. પહેલા એન્જિન 118 BHP પાવર અને 170 nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે બીજું એન્જિન 113 BHP પાવર અને 260 ટોર્ક જનરેટ કરે છે. જેમાં ટ્રાન્સમિશન ડ્યુટિ માટે 5 સ્પીડ મેન્યુઅલ,6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ AMT અને 7 સ્પીડ DCT ગેરબોક્સનો વિકલ્પ મળે છે.

ન્યૂ વેરિએન્ટ્સનો શું છે કિંમત

આ સિવાય ડીઝલ એન્જિનવાળી નેક્સોન પણ બે નવી એન્ટ્રી-લેવલ વેરિએન્ટ સ્માર્ટ+ અને સ્માર્ટ+ S પણ લોન્ચ થવાની છે, જેની એક્સ-શોરૂમની કિંમત 9.99 લાખ અને 10.59 લાખ રૂપિયા હશે. આ સાથે જ,  પેટ્રોલ વર્ઝનમાં સ્માર્ટ+ અને સ્માર્ટ+ S વેરિએન્ટની કિંમતમાં 31,00 રૂપિયા અને 41,000 રૂપિયા જેટલા ઓછા છે, ત્યારપછી આ વેરિયન્ટ્સની એક્સ- શોરુમ કીમત ક્રમશ: 8.89 લાખ રૂપિયા અને 9.39 લાખ રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો: MG મોટરે 100 Year લિમિટેડ એડિશનના 4 મોડલ કર્યા લોન્ચ, જાણો શું છે કિંમત?

Back to top button