જીપનું નવું વેરિયન્ટ મહિન્દ્રાની થારને આપશે કૉમ્પિટિશન
- જીપ રેંગલરનના મિની વેરિયન્ટની ભારતના માર્કેટમાં થઈ ગઈ એન્ટ્રી
- મહિન્દ્રાએ SUVs સેગમેન્ટમાં એક પછી એક કાર લોન્ચ કરીને માર્કેટમાં પોતાની શાખ જમાવી
HD ન્યૂઝ ડેસ્ક: આજકાલ ભારતમાં SUVsનો ક્રેઝ જબરદસ્ત જોવા મળી રહ્યો છે. તેમાં પણ ભારતીય કારઉત્પાદક કંપની મહિન્દ્રાએ SUVs સેગમેન્ટમાં એક પછી એક કાર લોન્ચ કરીને ઇન્ડિયન માર્કેટમાં પોતાની શાખ જમાવી દીધી છે. મહિંન્દ્રા થાર એક એવી SUV કાર છે જે પોતાની આઈકોનિક ડિઝાઈન,પાવરફુલ ઓફ-રોડિંગ ક્ષમતા જેવા ફિચર્સના કારણે સ્ટ્રોંગ ઇમેજ ધરાવતી SUV તરીકે પોતાનું નામ ઈન્ડીયન માર્કેટમાં જમાવી દીધું છે. ભારતમાં મહિંન્દ્રા થારનો ક્રેઝ એ હદનો છે કે મારુતી જિમ્મી અને ફોર્સ ગુરખાના આવ્યા પછી પણ મહિન્દ્રા થાર આગળ છે. પણ હવે અમેરિકન કાર નિર્માતા કંપની જીપ એ નિર્ણય કર્યો છે કે તે થારને ટક્કર આપવા માટે પોતાની નવી કાર રજુ કરશે. જીપની ઓફ રોડ SUV રેંગલરને દુનિયાભરમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે એવું પણ કહેવાય રહ્યું છે કે કંપની જીપ રેંગલરનું મીની વેરિયન્ટ ટુંક સમયમાં જ ભારતમાં રજુ કરી શકે છે.
જીપની મિની રેંગલર જે આપશે થારને ટક્કર
જીપની આ મિની વેરિયન્ટની ડીઝાઈન જીપ રેંગલરને જેવી જ હશે.આ મોડલમાં તમને મજબુત ઓફ-રોડ ફીચર્સ પણ જોવા મળશે.વધુમાં જીપની મિની રેંગલર પણ થારની જેમ જ બોડી ઓન ફ્રેમ આધારિત હશે.આ મોડલ તમને ફોર-વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની સાથે સારા રોડ પ્રદર્શન માટે કારમાં ડિફરેન્શિયલ લોકનો ઓપ્શન પણ મળશે. જીપના આ મિની વેરિયન્ટમાં તમને પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પ સાથે મળશે.
બીજા આકર્ષક ફિચર્સ પણ જોવા મળશે
એક રિપોર્ટસ અનુસાર, ભારતમાં થારની સાથે કોમ્પિટિશન કરનાર આ જીપની આ મીની વેરિયન્ટને કંપની ઓફ-રોડીંગ સિવાય ફૈમિલી કાર તરીકે પ્રેઝન્ટ કરવાનું પણ વિચારી રહી છે.આથી એક અંદાઝો લગાવી શકાય કે કારના ઇન્ટરિયરમાં પણ ખાસ્સો ભાર આપવામાં આવશે. જેમકે, જીપના આ મિની રેંગલરમાં તમને મોટી ઇન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ સાથેની ટચ ડીસપ્લે, વાયરલેસ ચાર્જિંગ,ડ્યુઅલ ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંન્ટ્રોલ AC, ઇલેક્ટ્રિક એડજસ્ટ સીટ, સીટ વેંટિલેશન, પૈનારોમિક સનરૂફ જેવા ફીચર્સ જોવા મળી શકે છે.
આ પણ જુઓ: અદાણીએ MG મોટર સાથે મિલાવ્યો હાથ: દેશભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે