ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોરોના વાયરસના નવા વેરિયન્ટથી ચિંતા વધી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ગંભીર ચેતવણી

Text To Speech
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ચેતવણી
  • BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો
  • BA.2.86 પહેલા કરતા પણ વધુ ખતરનાક : અધિકારી

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ વાયરસને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘણા પરિવારો વિખેરાઈ ગયા હતા. આ મહામારીના કારણે થયેલા નુકસાનમાંથી હજી લોકો ઉભર્યા નથી તે પહેલા જ કોવિડના અન્ય એક પ્રકારે માથું ઉંચક્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચેતવણી આપી છે.

BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો
દુનિયાભરમાં કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. આ તરફ હવે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક અગ્રણી અધિકારીએ માહિતી આપી હતી કે, BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.એક અહેવાલ મુજબ BA.2.86 નામનો COVID-19 પ્રકાર ઇઝરાયેલ, ડેનમાર્ક, US અને UK સિવાય સ્વિટ્ઝર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. જોકે આના કારણે બીમાર પડેલા લોકોની સંખ્યા ઓછી છે. આ પહેલા પણ કોરોનાના ઘણા નવા વેરિયન્ટ્સ વચ્ચે આવીને લોકોને પરેશાન કર્યા છે.

ડેનમાર્કમાં પહેલો કેસ જોવા મળ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર BA.2.86 નામનો કોવિડ-19 વેરિઅન્ટ સૌપ્રથમ ડેનમાર્કમાં 24 જુલાઈના રોજ મળી આવ્યો હતો. જ્યારે એક દર્દી ગંભીર રીતે બીમાર થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વેરિઅન્ટ મળ્યા પછી એરપોર્ટ પર મુસાફરોની નિયમિત તપાસ કરવામાં આવી હતી, જેમાં BA.2.86 વેરિઅન્ટ મળી આવ્યો હતો. આ સિવાય કોવિડ-19ના નવા વેરિઅન્ટ પણ વોટર ટેસ્ટિંગમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : આફ્રિકન દેશમાં મારબર્ગ વાયરસે તબાહી મચાવી, કોરોના કરતા પણ વધુ ખતરનાક

Back to top button