- નવા વેરિએન્ટ જેએન.1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર
- ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે
- કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર
ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ને ચિંતા વધારી છે. તથા રાજ્યમાં એક સપ્તાહમાં કોવિડના એક્ટિવ કેસ 23ના સીધા 66ને પાર થયા છે. રાજ્યમાં નવા વેરિયન્ટના 40 કેસ તથા કોવિડના નવા 14 દર્દી છે. કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી ઘટી, જાણો કેટલો વધ્યો તાપમાનનો પારો
નવા વેરિએન્ટ જેએન.1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર
ગુજરાતમાં જેએન.1 વેરિએન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ આવ્યા છે, વધતાં કેસ વચ્ચે અલગ અલગ વેરિએન્ટ નવું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાની જરૂર જણાઈ રહી છે. નવા જેએન.1ના 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર મહિનાના 27 દિવસના અરસામાં રાજ્યમાં કુલ 8426 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 99 કોરોના પોઝિટિવ નોંધાયા હતા, સરકારી દાવા પ્રમાણે પોઝિટિવિટી રેટ 0.86 ટકા રહ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના દર્દી હોમ આઈસોલેટ છે, માત્ર બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં એક વૃદ્ધ દર્દીનું મોત નોંધાયું હતું.
ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે
ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ 23 આસપાસ હતી, જે ગુરુવારે વધીને 66ને પાર થઈ ગઈ છે, આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ચિંતા જેવું કંઈ નથી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે.