ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

કપિલ શર્મા શોની નવી સીઝન આજથી Netflix પર શરૂ, આ દિગ્ગજો પહેલા એપિસોડના મહેમાન

Text To Speech
  • બીજી સિઝનના પહેલા એપિસોડમાં ફિલ્મ જીગરાની ટીમ કપિલ શર્મા સાથે મસ્તી કરતી જોવા મળશે

મુંબઈ, 21 સપ્ટેમ્બર: કોમેડીના બાદશાહ બની ગયેલા કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની બીજી સીઝન આજથી શરૂ થઈ રહી છે. નેટફ્લિક્સ પર પ્રસારિત થનારી આ શોની પ્રથમ સિઝન હિટ રહી છે. પહેલી સીઝનમાં ફિલ્મ અને સ્પોર્ટ્સ સહિત અન્ય ક્ષેત્રના લોકો આ શોમાં મહેમાન બનીને આવ્યા હતા. હવે આ શોની બીજી સિઝન આજથી શરૂ થઈ રહી છે. આજે ફિલ્મ ‘જીગરા’ની સ્ટારકાસ્ટ આ સિઝનના પહેલા એપિસોડમાં જોવા મળશે. જેમાં અલિયા ભટ્ટ, કારણ જોહર, વેદાંશ રૈના સહિતના સામેલ છે.  નેટફ્લિક્સ પર આવી રહેલી આ શોની બીજી સીઝનને લઈને લોકો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

જીગરાની ટીમ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી

નેટફ્લિક્સે આ શોની બીજી સીઝનનો પ્રોમો રિલીઝ કરી દીધો છે. આ પ્રોમોમાં આલિયા ભટ્ટ, કરણ જોહર, વેદાંગ રૈના અને નિર્દેશક વાસન બાલા જોવા મળી રહ્યા છે. જીગરા ફિલ્મની સ્ટારકાસ્ટ આજે શોમાં કપિલ શર્મા સાથે મસ્તી કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની ફિલ્મ જીગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે.

શોની પ્રથમ સિઝન સુપરહિટ

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માએ આ શોની પહેલી સીઝનમાં પણ લોકોને ખૂબ હસાવ્યા હતા. ટીવી બાદ OTT પ્લેટફોર્મ Netflix પર આવી રહેલા કપિલ શર્માના શોની બીજી સીઝન લોકોને હસાવવા માટે તૈયાર છે. આ પહેલા લોકોએ સિઝનને ઘણો પ્રેમ આપ્યો અને તેને હિટ બનાવી. હવે આ શોની બીજી સીઝન પણ આજે શનિવાર સાંજથી શરૂ થવા જઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે, આ શોની બીજી સિઝનમાં કપિલ પોતાનો ચાર્મ જાળવી શકશે કે નહીં.

આ પણ જૂઓ: 2025માં બોલિવૂડની આ ફિલ્મો વચ્ચે ક્લેશ, થશે સુપરસ્ટાર્સની ટક્કર

Back to top button