ફિલ્મ ‘યારિયાં 2 ’ના નવાં પોસ્ટર્સ રિલીઝ કરાયાં, ફિલ્મ 20 ઓક્ટોબરે થશે રિલીઝ
દિવ્યા ખોસલા કુમાર પોતાની અપકમિંગ ફિલ્મ ‘યારિયાં 2’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ડિરેક્શન રાધિકા રાવ અને વિનય સપ્રુએ મળીને કર્યું છે. હવે મેકર્સે શનિવારે “યારિયાં 2’ના બે પોસ્ટર્સ એકસાથે રિલીઝ કર્યા છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ કરાશે.
હાલ ફિલ્મ ‘યારિયાં 2’નું એક ગીત રિલીઝ થયું હતું જે ગીતને લઈને ચર્ચા થઇ રહી છે. શીખ સમુદાયે ‘યારિયાં 2’ના ગીત ‘સૌરે ઘર’ના એક સીનમાં સેબરના દુરુપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે હવે મેકર્સે આ અંગે સ્પષ્ટતા પણ જાહેર કરી છે.દિવ્યા ખોસલા કુમાર, મીઝાન જાફરી અને પર્લ વી પુરી અભિનીત ફિલ્મ ‘યારિયાં 2’ તેની રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. હકીકતમાં, શીખ ધાર્મિક સમુદાય શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એ ફિલ્મના લેટેસ્ટ રિલીઝ ગીત ‘સૌરે ઘર’ના એક દ્રશ્યમાં સેબરનો વાંધાજનક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, નિર્માતાઓએ આ અંગે સ્પષ્ટતા પણ જાહેર કરી હતી.
દિવ્યાએ “યારિયાં 2’ના પોસ્ટર્સ શેર કરીને લખ્યું… “લાડલી અને અભયની કહાની શરૂ થવા જઈ રહી છે. તેમના લવ સ્ટોરીના પ્રેમમાં પડવા માટે તૈયાર થઈ જાઓ’. “યારિયાં 2′ વર્ષ 2014માં આવેલી ફિલ્મ “યારિયાં’ની સિક્વલ છે. “યારિયાં’એ તે સમયે 40.14 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં હિમાંશુ કોહલી, રકુલપ્રીત સિંહ, દીપ્તિ નવલ જેવા સ્ટાર્સ હતા. ત્યારે હવે સિક્વલમાં દિવ્યા સિવાય મીજાન જાફરી, યશ દાસગુપ્તા, અનાસ્વરા રાજન, વરીના હુસૈન, પ્રિયા પ્રકાશ વૉરીયર અને પર્લ વી પુરી જેવા કલાકારો પણ છે.
આ પણ વાંચો : પંજાબના 21 વર્ષના જસકરણે KBCમાં રચ્યો ઈતિહાસ,સીઝનનો પહેલો બન્યો કરોડપતિ