ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતના નવા મંત્રીઓને મળી ગયા ખાતા, જાણો કોને કયા વિકાસ કરવાની દાદાએ આપી તક

ગુજરાત વિધાનસભાના મંત્રીઓની કેબિનેટ બેઠક પૂર્ણ થઇ છે. તેમાં નવા મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. જેમાં CM સહિત 17 મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તેમજ કેબિનેટ બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

સરકારના પ્રવક્તા તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક

ગુજરાત સરકારમાં આજે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી સહિત 17 જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત દરેક મંત્રી પ્રથમ કેબિનેટ બેઠકમાં હાજર રહેવા સચિવાલય પહોંચ્યા હતા. સચિવાલયમાં કેબિનેટ ખંડમાં પ્રથમ કેબિનેટ મળી હતી. મુખ્યમંત્રી સહીત દરેક નવા મંત્રીઓ હાજર રહ્યા હતા. સરકારના પ્રવક્તા તરીકે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ક્રમ નામ હોદ્દો વિષય ફાળવણી
1 ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત,માર્ગ અને મકાનઅને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ,નર્મદાઅને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
કેબીનેટ મંત્રી
2  કનુભાઇ મોહનભાઇ દેસાઇ મંત્રી નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3  ઋષિકેશભાઇ પટેલ મંત્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4  રાઘવજીભાઇ પટેલ મંત્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન ,મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
5  બળવંતસિંહ રાજપુત મંત્રી ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
6  કુંવરજીભાઇ બાવળીયા મંત્રી જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7  મુળુભાઇ બેરા મંત્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
8 ડો. કુબેરભાઇ ડીંડોર મંત્રી આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
9 ભાનુબેન બાબરીયા મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
10  હર્ષ સંઘવી રા. ક. મંત્રી રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11  જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રા. ક. મંત્રી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
12  પરષોત્તમ સોલંકી રા. ક. મંત્રી મત્સ્યોદ્યોગ અને પશુપાલન
13  બચુભાઇ મગનભાઇ ખાબડ રા. ક. મંત્રી પંચાયત, કૃષિ
14  મુકેશભાઇ જે. પટેલ રા. ક. મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિઅને પાણી પુરવઠા
15  પ્રફુલ્લભાઇ પાનસેરીયા રા. ક. મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16  ભીખુસિંહ ચતુરસિંહ પરમાર રા. ક. મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
17  કુંવરજીભાઇ હળપતી રા. ક. મંત્રી આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
Back to top button