ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આજે થઇ ગયુ છે. જેમાં આજે સત્રમાં હાજર નહીં રહે તે MLAનો પગાર શરૂ થશે નહીં. તેમજ આજે બે બેઠકનું એક દિવસિય સત્ર મળ્યુ છે. તથા પગાર શરૂ થાય તેના માટે ડિસેમ્બરમાં જ સત્ર બોલાવાયુ છે. તેમજ ડિસેમ્બરના 12 દિવસનો પ્રથમ પગાર પહેલી જાન્યુઆરીએ આવી જશે. અને પછી દરમહિને દોઢ લાખ મળશે. જેમાં 182માંથી એક માત્ર ધોરાજીના જયેશ રાદડિયા ગેરહાજર રહેતા તેમના પગાર- ભથ્થાનું મીટર બંધ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં આ દિગ્ગજના નામ પર મહોર વાગશે!
પગાર અને ભથ્થાનું મીટર આપમેળે શરૂ થયું
ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભામાં સોમવારે કાર્યવાહક અધ્યક્ષ યોગેશ પટેલે તાજેતરમાં ચૂંટાયેલા 182 પૈકી 181 જનપ્રતિનિધીઓને ધારાસભ્ય તરીકે કર્તવ્યનિષ્ઠાના સોંગદ લેવડાવ્યા હતા. વર્ષ 2002ની 11મી વિધાનસભાથી 2017ની 14મી એમ બે દાયકામાં 4 વિધાનસભાની ચૂંટણીઓ ભલે ડિસેમ્બરમાં થતી રહી પણ તેની રચના અને ધારાસભ્યપદે શપથવિધી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં રહી, પ્રથમ સત્ર પણ આ બે મહિનાઓમાં જ મળતા રહ્યા છે. પણ આ વખતે કમૂરતામાં ધારાસભ્યની શપથવિધી થઈ છે અને તેના બીજા જ દિવસે પ્રથમ સત્ર મળ્યુ છે. જેથી 15મી વિધાનસભા માટે સોમવારે શપથ લીધા બાદ મંગળવારના સત્રમાં હાજર રહેશે તે સભ્યના પગાર અને ભથ્થાનું મીટર આપમેળે શરૂ થઈ ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદ – મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ દોડ્યું, જાણો તેની સમગ્ર માહિતી
ગેરહાજર રહેલા ધારાસભ્યને પગાર ભથ્થા મેળવવા બીજા સત્ર સુધી રાહ જોવી પડશે
સામાન્ય, પેટા ચૂંટણીમાં ચૂંટાયા બાદ અધ્યક્ષ સમક્ષ શપથ લેવાથી ધારાસભ્યના અધિકારો ભલે પ્રાપ્ત થતા હોય પરંતુ, એક ધારાસભ્ય તરીકે મહિને રૂ.1.32 લાખ પગાર ઉપરાંત અન્ય ભથ્થા મળી દોઢેક લાખના લાભો મેળવવા વિધાનસભાના સત્રની બેઠકમાં હાજર રહેવુ અનિવાર્ય છે. આથી, સોમવારે શપથ લીધા બાદ જે સભ્ય મંગળવારે મળી રહેલા એક દિવસના સત્રમાં ગેરહાજર રહેલા ધારાસભ્યને પગાર ભથ્થા મેળવવા બીજા સત્ર સુધી રાહ જોવી પડશે.
આ પણ વાંચો: પોલીસ કેસ ઉકેલી શકી નહી, ત્યારે પોપટ બોલ્યો મમ્મી-પપ્પા…
ફટાફટ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા થઇ ગઇ
કહેવાય છે કે, અગાઉ નવી વિધાનસભાની રચનામાં 16જાન્યુઆરી બાદ કે ફેબ્રુઆરીમાં પ્રથમ સત્રનો આરંભ બજેટ સત્ર સાથે થતો પરંતુ, શપથવિધી બાદ તુરંત જ 20મી ડિસેમ્બરે એક દિવસનું પ્રથમ સત્ર બોલાવાયુ છે. જેથી 15મી વિધાનસભાના શપથ લેનારા સભ્યોને ડિસેમ્બરના 12 દિવસનો પ્રથમ પગાર વર્ષ 2023ના આરંભે 1લી જાન્યુઆરીએ મળી જશે. તે માટે ફટાફટ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા પણ ગઇકાલે SBI બેંક દ્વારા કરી દેવામાં આવી છે.