ગુજરાતટોપ ન્યૂઝ

GSTની નવી સુવિધાથી વેપારીઓને થશે સરળતા, હવે નહી આવે નોટીસ

  • 3બી રીટર્નમાં ટેક્સની રકમ ઓછી ભરપાઇ કરી હશે તો તેની વિગત મળશે
  • વેપારીએ કેટલા રુપિયાનો ટેક્સ ભરવાનો થશે તેની માહિતી જોઇ શકાશે
  • જીએસટીઆર -1 અને 3બી રીટર્નની વચ્ચે ડીઆરસી-01બી નામનુ ફોર્મ જોવા મળશે

ગુજરાતમાં GSTની નવી સુવિધાથી વેપારીઓને સરળતા થશે. તેમજ નોટીસ પણ આવશે નહી. હવે જીએસટીની રકમ ઓછી ભરી હશે તેની જાણકારી વેપારીઓને ઓનલાઇન મળશે. પોર્ટલ પર સુવિધાથી વેપારીઓને નોટિસ મળશે નહી. તથા ડીઆરસી-1 પર ટેક્સની રકમ દર્શાવાશે. સાથે જ જીએસટી 3બી રીટર્નમાં ટેક્સની રકમ ઓછી ભરપાઇ કરી હશે તે પણ જણાવશે.

આ પણ વાંચો:  આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરમાં પડશે સાંબેલાધાર મેઘ 

ટેક્સની રકમ ઓછી ભરપાઇ કરી હશે તો તેની વિગત હવે ઓનલાઇન મળશે

વેપારી દ્વારા જીએસટી 3બી રીટર્નમાં ટેક્સની રકમ ઓછી ભરપાઇ કરી હશે તો તેની વિગત હવે ઓનલાઇન જ મળી રહેશે. આ વ્યવસ્થા જીએસટીના પોર્ટલ પર શરુ કરી દેવામાં આવી છે. જેથી વેપારીએ કેટલા રુપિયાનો ટેક્સ ભરવાનો થતો હતો તેના બદલે કેટલા રુપિયા ઓછા ભર્યા છે તેની જાણકારી તાત્કાલિક જ મળી રહેશે. વેપારીઓએ સમગ્ર માસ દરમિયાન જે પણ ખરીદ વેચાણ કરે તેની વિગતો જીએસટીઆર-1માં હોય છે. આ વિગતના આધારે વેપારીઓ જીએસટી 3બી રિટર્ન ભરતા હોય છે.

આ પણ વાંચો: મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા

જીએસટીઆર -1 અને 3બી રીટર્નની વચ્ચે ડીઆરસી-01બી નામનુ ફોર્મ જોવા મળશે

પરંતુ વિભાગને એવુ પણ ધ્યાને આવ્યું હતું કે વેપારીઓ 3બી રિટર્નમાં જે પણ ટેક્સ ભરપાઇ કરવાનો હોય તેના કરતા ઓછો ટેક્સ ભરતા હોય છે. તેના લીધે વેપારીઓને કેટલા રૂપિયાનો ટેક્સ ભરવાનો છે તેની વિગતો ઓનલાઇન જ આપવામાં આવે તો સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. જેથી જીએસટીના પોર્ટલ પર આ સુવિધા શરુ કરાઈ છે. તેના આધારે વેપારીઓના ખરીદ વેચાણની વિગતો માટે દર્શાવવામાં આવતા જીએસટીઆર -1 અને 3બી રીટર્નની વચ્ચે ડીઆરસી-01બી નામનુ ફોર્મ જોવા મળશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ચોમાસાથી રોગચાળો વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો

ફોર્મમાં વેપારીઓએ કેટલા રુપિયાનો ટેક્સ ભરવાનો છે તે પણ દર્શાવવામાં આવશે

આ ફોર્મમાં વેપારીઓએ કેટલા રુપિયાનો ટેક્સ ભરવાનો છે તે પણ દર્શાવવામાં આવશે. તેમજ કેટલા રુપિયા ઓછા ભર્યા છે તેની પણ જાણકારી મળી રહેવાની છે. વેપારીઓ જીએસટી ઓછો ભરવાના કિસ્સામાં અધિકારીઓ તેની ગણતરી કરીને નોટિસ આપતા હતા. પરંતુ ઓનલાઇન જ વિગતો મળી રહેવાના લીધે અધિકારીઓની કામગીરી ઘટવાની સાથે વેપારીઓને પણ સરળતાથી કેટલા રુપિયાનો ટેક્સ ભરવાનો છે તેની વિગત મળતા નોટિસની કાર્યવાહીમાં બચી જશે.

Back to top button