ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

INDEPENDENCE DAY 2023 : જે તિરંગાને જોતા જ આંખોમાં ગર્વ છલકાય જાય તે તિરંગાને કોણે તૈયાર કર્યો ?

  • ભારતના તિરંગાને વેંકૈયા પિંગલીએ તૈયાર કર્યો
  • 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કરી બનાવ્યો
  • 2009માં પ્રથમ વખત વેંકૈયા પિંગલીના નામે ટપાલ ટીકીટ કઢાઈ

ભારતનો તિરંગો તેની આન-બાન-શાન છે. તેવી જ રીતે દરેક દેશના તિરંગા તેની આન-બાન-શાનના પ્રતીક હોય છે. એવું જ આપણા તિરંગા સાથે પણ છે. દેશના તમામ લોકોને એ ખબર છે કે, તિરંગામાં કેટલા રંગ છે. તે રંગ ક્યાં છે. તિરંગામાં રહેલા અશોકચક્ર વિશે પણ સૌ કોઈ જાણતા જ હશો. પણ ક્યારેય કોઈને વિચાર આવ્યો કે, જે તિરંગાને જોતા જ તમારી આંખમાં જે દેશ પ્રત્યેનો પ્રેમ દેખાય છે. તે તિરંગાને બનાવનાર કોણ છે. શું તમે જાણો છો તે વ્યક્તિએ આ તિરંગો કેવી રીતે તૈયાર કર્યો હશે. તો ચલો આજે તે વ્યક્તિ વિશે થોડી માહિતી તમને જણાવીએ.

પ્રાપ્ત વિગતો અનુસાર,ભારતના રાષ્ટ્રધ્વજને ડિઝાઇન કરનાર વ્યક્તિનું નામ વેંકૈયા પિંગલી છે. વેંકૈયા પિંગલી નામના વ્યક્તિએ રાષ્ટ્રધ્વજને ડિઝાઈન કર્યો હતો. પિંગલી વેંકૈયાનો 2 ઓગસ્ટના રોજ જન્મ થયો હતો. પિંગલીનો જન્મ 1876માં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામડામાં થયો હતો. તેઓ માત્ર 19 વર્ષની વયે જ બ્રિટિશ સેનામાં સામેલ થઈ હતા. પણ ગાંધીજી સાથેની મુલાકાત બાદ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. વેંકૈયા પિંગલી અને મહાત્મા ગાંધી વચ્ચે આફ્રિકામાં મુલાકાત થઈ હતી. તેઓ બાપુથી પ્રભાવિત થઈ કાયમ માટે ભારત રહેવા આવી ગયા હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો ફાળો આપ્યો હતો.મહત્વનું છે કે,દેશને તિરંગો આપનાર વેંકૈયા પિંગલીનું નિધન 1933માં ખૂબ ગરીબીમાં થયું હતું. નિધન સમયે તેવો ઝુંપડામાં રહેતા હતા. ત્યારબાદ લોકો તેમને સાવ ભૂલી ગયા હતા. 2009માં પ્રથમ વખત વેંકૈયા પિંગલીના નામે ટપાલ ટીકીટ કઢાઈ હતી. ત્યારબાદ લોકોને આપણા રાષ્ટ્રધ્વજના સર્જક અંગે ખબર પડી હતી.

વેંકૈયા પિંગલીએ રાષ્ટ્રધ્વજ બનાવવા 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યો
પિંગલી ભાષાના અભ્યાસુ અને લેખક હતા. 1913 તેમણે જાપાની ભાષામાં ભાષણ વાંચી સંભળાવ્યું હતું. તેમની ખાસિયતોના કારણે તેમને જાપાન વેંકૈયા, પટ્ટી (કોટન) વેંકૈયા અને ઝંડા વેંકૈયા તરીકે ઓળખવામાં આવતા હતા. એટલું જ નહિ તેમણે ભારતના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે પણ 30 દેશોના રાષ્ટ્રધ્વજનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1916થી 1921 સુધી સતત રિસર્ચ કરતા હતા. ત્યારબાદ તેમણે તિરંગાની ડિઝાઇન કરી હતી.1916માં તેમણે ભારતીય ધ્વજની ડિઝાઇનને અંગે બુક લખી હતી.

તિરંગામાં લાલ રંગને હટાવી કેસરી રંગ રખાયો
જે સમયે વેંકૈયા પિંગલી તિરંગો બનાવ્યો તે વખતે તિરંગામાં હિંદુઓ માટે લાલ રંગ રખાયો હતો. લીલો રંગ મુસ્લિમો માટે હતો અને સફેદ રંગ અન્ય ધર્મોનું પ્રતીક હતું. ધ્વજમાં વચ્ચે ચરખાને જગ્યા અપાઈ હતી. 1921માં મહાત્મા ગાંધીએ વિજયવાડા ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં વેંકૈયા પિંગલીએ તૈયાર કરેલા તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે મંજૂરી આપી હતી.વર્ષ 1931માં તિરંગાની સ્વીકૃતી માટે દરખાસ્ત મુકાઇ હતી. ત્યારબાદ કેટલાક સુધારા થયા હતા. લાલના સ્થાને કેસરી રંગને સ્થાન અપાયું હતું. 22 જુલાઈ 1947ના રોજ સંવિધાન સભામાં તેને રાષ્ટ્રધ્વજ જાહેર કરાયો હતો. ત્યાં થોડા સમય બાદ ફરીથી રાષ્ટ્રધ્વજમાં ફેરફાર થયો અને ચરખાના સ્થાને અશોક ચક્ર મુકાયું હતું. ચરખો હટાવી લેવાના કારણે મહાત્મા ગાંધી નારાજ થયા હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ રાષ્ટ્રપ્રેમમાં રંગાયા : ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી નીકળી તિરંગા યાત્રા, અમિત શાહે કરાવ્યો પ્રારંભ

Back to top button