જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈને દેશના રાષ્ટ્રપતિને જ કર્યા બેન!


જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈને દેશના રાષ્ટ્રપતિને તેની સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની તાસ (TASS) ન્યૂઝ એજન્સી તરફથી મળેલા સમાચાર અનુસાર, જ્યોર્જિયન એરવેઝના સંસ્થાપકે રશિયા સાથે ફ્લાઈટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો વિરોધ કરવા બદલ રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પગલું ભર્યું છે.
રશિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે જ્યોર્જિયા સાથેની સીધી ફ્લાઈટ્સ પરનો 4 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી રહ્યું છે અને રશિયામાં જનારા જ્યોર્જિયનોને વિઝામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. તે જ સમયે, જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ, સલોમ ઝૌરાબિચવિલીએ, જ્યોર્જિયન સત્તાવાળાઓને રશિયાની આ પહેલને નિષ્ફળ બનાવવા વિનંતી કરી, પરંતુ એરલાઇન કંપનીએ તેમની અપીલને અવગણી અને તેમના પર જ ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો.
રાષ્ટ્રપતિ તમારું સ્વાગત નથી!
તમાઝ ગ્યાશવિલી કે જેઓ ખાનગી માલિકીના જ્યોર્જિયન એરવેઝના સ્થાપક પણ છે, રવિવારે આડકતરી રીતે દેશના રાષ્ટ્રપતિ ઝૌરાબિચવિલી પર નિશાન સાધતા કહ્યું કે તેણીનું પ્લેનમાં સ્વાગત નથી, અને જ્યાં સુધી તેણી ‘જ્યોર્જિયન લોકોની માફી નહીં માંગે’ ત્યાં સુધી તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ઝૌરાબિચવિલી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સમર્થન અને વિરોધ બંન્ને!
જો કે જ્યોર્જિયન અધિકારીઓએ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનું સ્વાગત કર્યું હતું, પરંતુ કેટલાક દક્ષિણ જ્યોર્જિયાના દક્ષિણી ક્ષેત્રના કાકેશસમાં, કે જે યુરોપિયન યુનિયનનો સમર્થક પ્રદેશ છે. આ પ્રદેશના લોકોએ રવિવારે મધ્ય તિબિલિસીમાં આ પગલાનો વિરોધ કર્યો હતો. ઘણા જ્યોર્જિયનો મોસ્કો સાથેના કોઈપણ પ્રકારના સંબંધો રાખવાનો વિરોધ કરે છે, કારણ કે રશિયાના સૈનિકોએ અબકાજિયા અને દક્ષિણ ઓસેશિયા જેવા જ્યોર્જિયના કેટલાક પ્રદેશો પર કબજો કરેલો છે.
રશિયા સાથે સબંધો સુધારવા જ્યોર્જિયા ઉત્સુક
જ્યોર્જિયાની સરકારે તાજેતરના વર્ષોમાં મોસ્કો સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કડીમાં, સરકારે યુક્રેન સાથેના યુદ્ધ પછી રશિયા પર પ્રતિબંધો લાદવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ