અમદાવાદટ્રેન્ડિંગ

જગતના નાથ થયા ક્વોરન્ટાઇન, જાણો વૈદ્યજીએ શું આપી ઔષધિ

Text To Speech

અમદાવાદ: અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજીને નગરયાત્રાએ નિકળશે ભગવાનની ભવ્ય રથયાત્રા પહેલા જેઠ સુદ પુનમના રોજ ભગવાનની જગન્નાથ મંદિર ખાતે આયોજીત કરવામાં આવી હતી. ભગવાનનો 108 કળશના પવિત્ર જળથી પરંપરા અનુસાર જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળ અભિષેક થયા બાદ ભગવાન બીમાર પડ્યા હોવાથી ગર્ભગૃહમાં જ ક્વોરંટીન કરી દેવાયા છે. ભગવાન બિમાર પડતા વૈદ્યજીને બોલાવવામાં આવ્યા હતા.વૈદ્ય આવીને ભગવાનની સારવાર કરી હતી.

Ahmedabad jagaanath mandir

 15 દિવસ દર્શન બંધ  

જળયાત્રા બાદ જગતના નાથ જગન્નાથ ધામમા બીમાર પડ્યા હોવાની જાણ થઇ છે. 15 દિવસ સુધી ભગવાન ભક્તોને દર્શન નહીં થઈ શકે. પ્રભુજીની તબિયત ખરાબ થતા ભગવાનને આયુવેદિક ઔષધીઓનો ઉકાળો પીવડાવામાં આવશે તેમજ હવે 15 દિવસ માટે ભગવાનને ઔષધી અને ખિચડીનો ભોગ ધરાવાશે આવશે.

આ પણ વાંચો:ફરી હવામાન વિભાગની આગાહી, ઘરેથી નીકળતા પહેલાં આ તારીખો જોઈ લેજો

આ પણ વાંચો: મને પત્ની જઈએ છે! આ રાજ્યના યુવકે લખ્યો પત્ર   

મનુષ્યની જેમ ભગવાનની પણ સારવાર કરાશે

મંદિરના નિત્યાનંદ રામદાસે જણાવ્યું હતું કે જેમ આપણે બીમાર પડીએ છે અને આપણે ઔષધીની જરૂર પડે છે એવી જ રીતે ભગવાનને પણ દવા આપવામાં આવશે. જેવી રીતે આપણી તબીયાત ખરાબ હોવાથી સાદું ભોજન લેવામાં આવે છે એવી જ રીતે 15 દિવસ સુધી ભગવાનને પણ ખિચડી ભોગ તરીકે ધરાવામાં આવશે.

આ પણ વાંચો :સિંગાપોરમાં મંદિરના ઘરેણાં પૂજારીએ ગિરવે મૂક્યા, કોર્ટે ફટકારી આકરી સજા

Back to top button