ગુજરાતટોપ ન્યૂઝ

વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ના નામ આજે નક્કી કરાયા, પરંતુ ‘હમ દેખેંગે ન્યૂઝે’તો પહેલા જ કરી હતી આ જાહેરાત

Text To Speech

આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે. જેમાં અધ્યક્ષ તરીકે થરાદના શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે શહેરાના શ્રી જેઠાભાઈ ભરવાડના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ નામોની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવી છે. જયારે હમ દેખેંગે ન્યુઝ દ્વારા તો આ નામો સચોટ રીતે સૌથી પહેલા જ જણાવામાં આવ્યા હતા.

Hum Dekhenge News ની 13 ડિસેમ્બરની સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત નવી સરકારના 16 મંત્રીઓએ શપથ લીધા. ત્યારે 15મી વિધાનસભાની રચના માટે 182માંથી બાકી રહેલા ધારાસભ્યોની શપથવિધી યોજાશે. જેના માટે પ્રોટેમ સ્પિકરની પણ ગત રોજ જાહેરાત દેવાઈ છે. અલબત્ત 15મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે થરાદના શંકર ચૌધરીનું નામ લગભગ નક્કી હોવાનું ભાજપમાંથી જાણવા મળ્યુ છે.

ગુજરાત: સપ્તાહમાં બાકી રહેલા MLAની શપથવિધિ થશે, વિધાનસભાના અધ્યક્ષપદે આ નેતા નક્કી થયા

હાઈકમાન્ડે તેમને હાલ મંત્રી બનાવ્યા નથી

નવી સરકારમાં પાંચ ટર્મના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાને બદલે ભાજપમાંથી તેમને વિધાનસભાના અધ્યક્ષપદ માટે પસંદ કર્યાનુ બહાર આવ્યુ હતુ. 15મી વિધાનસભાની હજી રચના થઈ નથી, અધ્યક્ષપદની ચૂંટણીની અધિસૂચના પણ પ્રસિધ્ધ થઈ નથી એ તબક્કે તેની સત્તાવાર જાહેરાતનો ઈન્કાર કરતા ભાજપના ટોચના આગેવાને કહ્યુ કે, નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ફાઈનલ થશે. બનાસ ડેરીના ચેરમેનપદે રહેતા તેમણે ઉત્તરપ્રદેશમાં ગુજરાત જેમ સહકારી મંડળીઓ થકી દૂધ ઉત્પાદનને નેટવર્ક વધારી રહ્યા છે. પ્રણાલિ મુજબ આગળ જતાં તેમને સરકારમાં સિનિયર પોઝિશન મળી શકે છે. આથી, હાઈકમાન્ડે તેમને હાલ મંત્રી બનાવ્યા નથી.

અધ્યક્ષની ચૂંટણી પણ નામ માત્રની

પ્રોટેમ સ્પિકર દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ નવા વર્ષે ફ્રેબુઆરીમાં વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. ત્યારે નવા અધ્યક્ષની ચૂંટણીમાં શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મુકાશે. નવી વિધાનસભામાં પહેલીવાર વિપક્ષના સભ્યોનું બળ આંગળીના વેઢે ગણી શકાય એટલુ જ રહ્યુ છે. આ સ્થિતિમાં અધ્યક્ષની ચૂંટણી પણ નામ માત્રની બની રહેશે.

Back to top button