ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત ભાજપના ઉમેદવારોના નામ આ તારીખે થશે નક્કી, કેટલાકના પત્તા કપાશે

Text To Speech

ગુજરાત ભાજપના ઉમેદવારો તા.6-7 નવેમ્બર બાદ નક્કી થશે. અને દિલ્હીથી તેની જાહેરાત કરવામાં આવશે. તેમાં સેન્સ લેવાયા બાદ તા.6-7 ગાંધીનગર ખાતે બેઠક મળશે અને ત્યારબાદ દિલ્હીથી તારીખ આવ્યા પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. દિલ્હીમાં બેઠક મળ્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં BJPએ માથાનો દુખાવો દૂર કરવા કેટલાક નેતાઓને જવાબદારી આપી

કૉંગ્રેસે પણ તેની પ્રથમ યાદી તૈયાર કરી લીધી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં આપ પાર્ટીએ કેટલાક ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે, કૉંગ્રેસે પણ તેની પ્રથમ યાદી તૈયાર કરી લીધી હોય એવું માનવામાં આવે છે, જોકે હજુ જાહેર થઈ નથી. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનાં નામ નક્કી કરવાના ભાગરૂપે પક્ષે નિરીક્ષકોને મોકલીને સેન્સ લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

ભાજપના કેટલાક ધારાસભ્યોને આ વખતે ટિકિટ નહીં મળે

ભાજપની સેન્સ પ્રક્રિયા ત્રણ દિવસ ચાલી છે. જેમાં નિરીક્ષકો ત્રણ દિવસ સુધી વિવિધ દાવેદારોને સાંભળ્યા અને તેનો રિપોર્ટ આપ્યો છે. ત્યાર બાદ આ રિપોર્ટની ચર્ચા ગુજરાત સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં થશે અને પછી આખરી નામોની યાદી જાહેર થશે. હવે એક ઔપચારિક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી ચૂક્યા છે કે તેઓ આ વખતે 25 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. એનો અર્થ જાણકારો એ કરી રહ્યા છે કે ભાજપના કેટલાક ધારાસભ્યોને આ વખતે ટિકિટ નહીં મળે એ વાત પાક્કી છે અને આ કારણને લઈને સેન્સ દરમિયાન આ વખતે વધુ દાવેદારો બહાર આવ્યા છે.

Back to top button