ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

નંબર સાથે કોલરનું નામ પણ દેખાશે! ટૂંક સમયમાં ફ્રી કોલર ID ડિસ્પ્લે સેવા થશે શરૂ 

  • સિમકાર્ડ ખરીદતી વખતે ફોર્મમાં ભરેલું નામ હવે કોલ કરતી વખતે દેખાશે
  • હરિયાણા અને મુંબઈ સર્કલમાં CNAP ટ્રાયલ સફળ રહ્યું છે
  • થોડા દિવસોમાં તમામ કંપનીઓ દેશભરમાં આ સેવા શરૂ કરી દેશે

નવી દિલ્હી, 27 જૂન: હવે જ્યારે ફોન પર અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો કોલ કરનારનું નામ પણ દેખાશે. ટેલિકોમ કંપનીઓએ મુંબઈ અને હરિયાણા સર્કલમાં કોલર ID પ્રેઝન્ટેશનનું ટ્રાયલ હાથ ધર્યું હતું જે સફળ રહ્યું હતું. હવે ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNP) નામની આ સુવિધા 15 જુલાઈથી દેશભરમાં શરૂ થશે. સિમ ખરીદતી વખતે, KYC ફોર્મમાં ભરેલી માહિતીના આધારે કોલ કરનારનું નામ પ્રદર્શિત થશે. સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા સ્પામ અને ફ્રોડ કોલ રોકવા તેમજ સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવાના દબાણ બાદ ટેલિકોમ કંપનીઓ આ સેવા શરૂ કરવા સંમત થઈ છે.

CNP સેવા Truecaller જેવી સેવા હશે. ટેલિકોમ કંપનીઓએ CNP કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે પહેલા મર્યાદિત સંખ્યામાં તેનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ પરિણામો દૂરસંચાર વિભાગ સાથે શેર કરવામાં આવ્યા હતા જેથી સૂચિત સેવા વિશે વ્યવહારુ નિર્ણય લઈ શકાય. મુંબઈ અને હરિયાણામાં સફળ ટ્રાયલ બાદ હવે TRAIએ કંપનીઓને 15 જુલાઈથી સમગ્ર દેશમાં આ સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ફોર્મમાં ભરેલ નામ જ કોલ પર દેખાશે

સિમ લેતી વખતે જે ફોર્મ ભરવામાં આવશે તેમાં સિમ લેનાર વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે, તે જ નામ કોલ પર દેખાશે. ઉપરાંત, બિઝનેસ કોલના કિસ્સામાં, કંપનીનું નામ દર્શાવવામાં આવશે. ટેલિકોમ કંપનીઓનું પણ માનવું છે કે, આ પગલાથી દેશમાં સાયબર ક્રાઈમ રોકવામાં મદદ મળશે. આ સિવાય સ્પામ કોલ(Spam Call) રોકવામાં પણ મદદરૂપ થશે. દેશમાં સ્પામ કોલ એક મોટી સમસ્યા બની ગઈ છે. એક સર્વે અનુસાર, 60 ટકા લોકોને દિવસમાં 3 સ્પામ કોલ આવે છે.

હવે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે નહીં 

અત્યાર સુધી, મોબાઈલ યુઝર્સને કોલરની માહિતી મેળવવા માટે Truecaller જેવી એપ્સની મદદ લેવી પડતી હતી. થર્ડ પાર્ટી એપ્સમાંથી મોબાઈલ યુઝરનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે, કારણ કે Truecaller એપના ઈન્સ્ટોલેશન સાથે તે તમારી પાસેથી ઘણી પરમિશન માંગે છે, જેમાં તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ, મેસેજ અને ફોટો સેવ કરવા અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, TRAIના આ નિર્ણય પછી, તમારે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં.

આ પણ જુઓ: Samsung Galaxy S23 પર બમ્પર ડિસ્કાઉન્ટ, કિંમત તમારા ખિસ્સા મુજબ હશે

 

Back to top button