ઉમેદવારીમાં નામ જાહેર થયું અને હાર્દિકને મળી મોટી રાહત


ભાજપમાં સૌથી ચર્ચિત ઉમેદવારા એવા હાર્દિક પટેલને વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટી રાહત મળી છે. 2015ના અનામત આંદોલાન દરમિયાન વિસનગર તોડફોડ કેસ હાઇકોર્ટમાં ચાલતો હતો ત્યારે અગાઉ હાઇકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. પણ હવે તેમાં હંગામી રાહત આપતાં મહેસાણા જિલ્લામાં પ્રવેશની મંજૂરી આપી છે.
કોર્ટે જામીનની શરત એવી હતી કે તેઓ મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરી શકે. પરંતુ આગામી સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવાના છે. ત્યારે તે પહેલા ગુજરાત હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલને હાઇકોર્ટે હંગામી રાહત આપી છે. એક વર્ષ સુધી હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં હવે પ્રવાસ કરી શકશે.
ભાજપ નેતા હાર્દિક પટેલે રજુઆત કરી હતી કે તેમના કુળદેવીનું મંદિર છે તે પણ મહેસાણા જિલ્લાની હદમાં આવેલુ છે. હાર્દિક પટેલના ઘણા સગા સંબંધીઓ પણ મહેસાણા જિલ્લામાં રહે છે. ત્યારે આ તમામ બાબતોને લઇને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમને રાહત આપવામાં આવે. ત્યારે આ મામલે જ હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને રાહત આપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે પાર્ટીએ વિરમગામ સીટ પર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનકડા સૈનિક’ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ 15 વર્ષથી આ સીટ જીતી શકી નથી. જેના કારણે હાર્દિક પટેલની પર ભાજપ મોટી આશા રાખી રહ્યું છે તે વાત નક્કી છે.
આ પણ વાંચો : ગુજરાતની આ ત્રણ બેઠક પર NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન !