ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચાલતી બસ એકાએક સળગવા લાગી, મુસાફરોનો જીવ અદ્ધરઃ જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2024: નવી દિલ્હીમાં આજે સવારે એક બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આખી બસ મુસાફરોથી ભરેલી હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

અહેવાલ મુજબ, દિલ્હીના જગતપુર વિસ્તારમાં પસાર થઈ રહેલી બસમાં આગ લાગી હતી. જોકે આગ બસની પાછળના ભાગમાં શરૂ થઈ હતી અને ડ્રાઈવર કે મુસાફરો કોઈને એ સમયે તેની જાણ નહોતી. એ દરમિયાન પાછળથી આવી રહેલા એક બાઈકસવારે બસની ઓવરટેક કરીને ડ્રાઈવરને આ વાતની જાણ કરી. ડ્રાઈવરે તત્કાળ બસ રોકી દીધી અને તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા.

બસમાં આગની આ ગટનાને પગલે જગતપુરી, પ્રીત વિહાર તથા પહાડગંજ વિસ્તારમાં દૂર દૂર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મળતા અહેવાલ મુજબ બસની પાછળ આવી રહેલા એક બાઈકચાલકે બસના ડ્રાઈવરને જણાવ્યું કે, ક્લસ્ટર બસમાં આગ લાગી છે. ડ્રાઈવરે તરત જ બ્રેક મારી દીધી હતી અને મુસાફરોને તાબડતોબ નીચે ઉતારવામાં આવ્યા હતા.

બસમાં આગની આ ઘટનાને પગલે જગતપુરી સહિત આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. વળી એ સમયે દિલ્હીમાં ધીમો ધીમો વરસાદ પણ ચાલુ હતો તેવું આગના વીડિયો તેમજ ફોટા પરથી જાણી શકાય છે.

વાસ્તવમાં બસમાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને સવારે 9.45 વાગ્યે મળ્યો હતો. જેને પગલે ફાયરબ્રિગેડે પહોંચીને આગ કાબુમાં લઈ લીધી હતી. ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પણ વાંચોઃ મદરેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ! મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ

Back to top button