રાજ્યમાં હાલ અનેક આંદોલનો ચાલી રહ્યા છે. હાલમાં વિવિધ માંગોને લઈને મોટા ભાગના વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાયોં ચઢાવી છે. ત્યારે હવે સરકાર આ આંદોલનો સમેટવા માટે બેઠકો કરી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર હરકતમાં આવી ગઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો સફળ થતાં આંદોલનનો અંત આવ્યો છે.
ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો વિવિધ પ્રશ્નોનોને લઈને વિરોધ હતો તે તમામ પ્રશ્નો હલ થઈ જતા સમાધાન થયુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની ૨૫ વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે બેઠક મળી હતી. મંત્રી પુર્ણેશ મોદી સાથે ગઈ કાલે ST યુનિયન ની બેઠક થઈ હતી.
સરકારે એસ.ટી વિભાગની કઈ કઈ માંગ સ્વિકારી ?
ડ્રાઇવર કમ કંડક્ટરની પોસ્ટ નાબૂદ
ઓનલાઇન બૂકિંગમાં ડ્રાઇવર-કંડક્ટરના નંબર નહીં અપાય
ડ્રાઇવરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
કંડક્ટરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
ક્લાર્કના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
હેલ્પરના 14,800થી વધારીને 15,800 કરાયા.
આરસીએમાં 15 હજાર 16 હજાર કરાયા
જૂનિયર આસિસ્ટન્ટના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
વર્ગ-3ના સુપરવાઇઝરના 21માં વધારો કરી 23 હજાર કરાયા.
વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચૂકવાશે
2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો