ટ્રેન્ડિંગધર્મ

દિવાળી બાદ હવે બદલાઈ રહી છે મંગળ અને સૂર્યની ચાલઃ અનેક રાશિઓનું ભાગ્ય બદલાશે

  • 16 નવેમ્બરના રોજ મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. સૂર્ય, મંગળના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું સૂતેલું ભાગ્ય પણ જાગી જશે. તો કેટલીક રાશિના લોકોને સતર્ક રહેવાની જરૂર છે

જ્યોતિષશાસ્ત્રોમાં ગ્રહોનું પરિવર્તન કે રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો તમામ રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડે છે. થોડા દિવસો બાદ સૂર્ય, મંગળનું રાશિ પરિવર્તન થશે. 16 નવેમ્બરના રોજ મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. સૂર્ય, મંગળના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું સૂતેલું ભાગ્ય પણ જાગી જશે. આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોને સતર્ક રહેવાની જરૂર છે. જાણો સૂર્ય અને મંગળના રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર શું અસર થશે?

મેષ રાશિ

મન પરેશાન રહેશે. સંયમ રાખો. ક્રોધ અને આવેશના અતિરેકથી બચો. આત્મવિશ્વાસમાં કમી રહેશે. જીવનસાથીનો સાથ મળશે. કુંટુંબના કોઈ વૃદ્ધ વ્યક્તિ પાસેથી ધન મળી શકે છે.

દિવાળી બાદ હવે બદલાઈ રહી છે મંગળ અને સૂર્યની ચાલઃ અનેક રાશિઓનું ભાગ્ય બદલાશે hum dekhenge news

વૃષભ રાશિ

આત્મવિશ્વાસમાં કમી રહેશે. મન પરેશાન રહેશે. આત્મસંયમ રાખજો. ક્રોધથી બચવાની જરૂર છે. નોકરીમાં વિદેશ યાત્રાના અવસર મળી શકે છે. મિત્રોનો સહયોગ પણ મળશે.

મિથુન રાશિ

મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર પણ મળી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. તમારા આરોગ્ય પ્રત્યે સચેત રહો.

દિવાળી બાદ હવે બદલાઈ રહી છે મંગળ અને સૂર્યની ચાલઃ અનેક રાશિઓનું ભાગ્ય બદલાશે hum dekhenge news

કર્ક રાશિ

મન શાંત રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં ઉપરી લોકોનો સહયોગ પણ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનના ચાન્સ છે. સ્થાન પરિવર્તનની પણ શક્યતાઓ છે.

સિંહ રાશિ

મન અશાંત રહી શકે છે. મનમાં નકારાત્મક વિચારોથી બચજો. કળા કે સંગીત પ્રત્યેનો રસ વધી શકે છે. નોકરીમાં તકલીફ આવી શકે છે. પૈતૃક સંપતિથી લાભ થઈ શકે છે

કન્યા રાશિ

આત્મવિશ્વાસમાં કમી રહેશે અને થોડી અશાંતિનો અનુભવ થશે. કોઈ પણ મિત્રનું આગમન થઈ શકે છે. આરોગ્ય પ્રત્યે સચેત રહેજો. બિઝનેસમાં ભાગદોડ રહેશે.

તુલા રાશિ

મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગ છે. પરિશ્રમ વઘુ કરવો પડશે. આરોગ્ય પ્રત્યે સભાન રહો.

વૃશ્ચિક રાશિ

મન પ્રસન્ન રહેશે. છતાં પણ નકામા ગુસ્સાથી બચજો. આરોગ્યનું ધ્યાન રાખજો. નોકરીમાં પરિવર્તનના યોગ છે.

ધન રાશિ

આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકશો, મનમાં થોડીક અશાંતિ રહેશે. ધૈર્યશીલતા જાળવવાનો પ્રયત્ન કરજો. પરિવારના લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ખર્ચા વધી શકે છે.

દિવાળી બાદ હવે બદલાઈ રહી છે મંગળ અને સૂર્યની ચાલઃ અનેક રાશિઓનું ભાગ્ય બદલાશે hum dekhenge news

મકર રાશિ

આત્મસંયમ રાખજો. વાતચીતમાં સંતુલિત રહેજો. નકામા ગુસ્સાથી બચજો. વેપારમાં વૃદ્ધિ થશે. મિત્રોમાં સદ્ભાવ જાળવી રાખજો. પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્ય થઈ શકે છે.

કુંભ રાશિ

મન અશાંત રહેશે. આત્મસંયમ રાખજો. વાતચીતમાં સંતુલન જાળવવું જરૂરી. નોકરીમાં તકલીફ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવના યોગ બની રહ્યા છે. મહેનત વધુ કરવી પડશે.

મીન રાશિ

ખુશીનો અનુભવ કરશો. વર્ક પ્લેસ પર વધુ મહેનત કરવી પડશે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખજો. માતા-પિતાનો સાથ મળશે. મન પરેશાન રહી શકે છે.

આ પણ વાંચોઃ દિવાળીઃ એક સમયે અમારા મલકમાં દિવાળીએ ઘોડીઓની રેસ થતી

Back to top button