ગુજરાતટોપ ન્યૂઝ

‘સરકાર સામે સરકારી કર્મચારીઓ’નો મોરચો, શું છે માંગણીઓ ?

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા હાલમાં વિવિધ આંદોલનો અને અધિકારીઓની માંગણી માટે મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. ત્યારે આજથી જૂની પેન્શન યોજનાને લઈને સરકારના વિવિધ ખાતાઓના કર્મચારીઓનું આંદોલન શરૂ થયું છે. જેમાં મોટી સંખ્યામાં રાજ્યના અનેક જિલ્લામાં રેલી મારફતે હજારોની સંખ્યામાં કર્મીઓ ક્લેક્ટરને આવેદન પત્ર આપવા માટે નીકળી પડ્યા છે જેમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Govt Pansion Scheme 03

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પણ હજારોની સંખ્યામાં કર્મીઓ પોસ્ટર તથા બેનરો લઈને રેલી કાઢવા માટે પહોંચી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા બેરીકેટ લગાવીને તેમને આગળ જતાં રોકવામાં આવ્યા હતા.

અમદાવાદમાં હજારો કર્મચારી રસ્તા પર

અમદાવાદમાં આચાર્ય સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂની પેન્શન યોજના, ગ્રેડ-પે, 7મા પગારપંચની માંગ સાથે હજારો શિક્ષકો ગાંધી આશ્રમથી રસ્તા પર ઉતર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર જલ્દી નહીં માને તો આગામી સમયમાં ખૂબ જ જ્વલંત આંદોલન કરવામાં આવશે.

Gujarat Govt Pansion Scheme 01

તેમજ દ્વારકા,ભાવનગર, પાલનપુરમાં સરકારી કર્મીઓની જૂની પેન્શન યોજનાની માંગને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે અમારી પાર્ટીએ જૂની પેન્શન યોજનાનો વાયદો આપ્યો છે અને અમારી રાજસ્થાન તથા છત્તીસગઢની સરકારોએ જૂની પેન્શન યોજના લાગુ કરી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓની શું છે માંગણીઓ ?

  • જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવી
  • ફિક્સ પગાર પ્રથા બંધ કરીને નિમણૂકથી તમામ લાભ આપવા
  • 1-1-2016થી સાતમાં પગારપંચના બાકીના ભથ્થા આપવા
  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફત રાજ્ય સરકારના કર્મચારીઓને ઉચ્ચતર પગારનો લાભ
  • રૂપિયા 10 લાખની મર્યાદામાં કેશલેસ મેડિક્લેઈમની મર્યાદા આપવી
  • વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવી
  • 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફા સહિત પેન્શનનો લાભ
  • ચાલુ ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં 3 મહિનામાં પુરા પગાર સાથે રહેમરાહે નોકરી
  • 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને બઢતી અને ઉચ્ચરતર પગાર ધોરણના લાભ
  • પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 50 ટકા માર્ક્સને બદલે 40 ટકા માર્ક્સ
  • ખાતાકીય પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષયમાં પરીક્ષા, અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર
  • પંચાયત, બોર્ડ, નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રાન્ટ ઈન એઈડ કર્મચારીઓને સાતમા પગારંચના લાભ
  • કર્મચારીઓને તમામ લાભ સાથે રાજ્ય સરકારના કર્મચારી ગણવા
  • વર્ગ-3 અને 4માં આઉટ સોર્સિંગ પ્રથા દૂર કરીને નિયમિત ભરતી કરવી
  • વર્ગ-3 અને 4માં અનુભવી કર્મચારીઓને અગ્રતા ધોરણે નિયમિત કરવા
  • કર્મચારીઓને નિવૃત્તિ વખથે પેન્શનના વ્યાજના દરમાં અને મુદ્દતમાં ઘટાડો
  • બદલી પાત્ર કર્મચારીઓને સંબંધિત જિલ્લામાં બદલી
  • બિન બદલી પાત્ર કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી

આ પણ વાંચો : પાલનપુરમાં સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ

Back to top button