Video : વનરક્ષકોને ‘હવે ઘેર જવું ગમતું નથી’! જાણો કેમ ?
ગાંધીનગરમાં વનરક્ષક અને વન પાલકોનું આદોલન ઉગ્ર બન્યું છે. ગાંધીનગરના અરણ્યભવને વન રક્ષકો અને વન પાલકો પહોંચ્યા છે. અરણ્યભવન પાસે પોલીસનો કાફલો તૈનાત છે. વન રક્ષકો અને વન પાલકોને આગળ જતા અટકાવાયા છે. ત્યારે ‘રસિયો રૂપાળો’ સાથે વનરક્ષક-વનપાલકોની હાલની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હવે એમને ઘેર જાવુ ગમતુ નથી તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ગાંધીનગર : 'રસિયો રૂપાળો' સાથે વનરક્ષક-વનપાલકોનું આંદોલન બન્યું ઉગ્ર
હાલની માંગણી ન સંતોષાય ત્યાં સુધી હવે એમને ઘેર જાવુ ગમતુ નથી !#Gandhinagar #GujaratElections2022 #GujaratElections #Gujaratgovernment #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/FP8bWVzolM— Hum Dekhenge News (@humdekhengenews) September 20, 2022
આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વનરક્ષકોનો વિરોધ વધી રહ્યા છે. જ્યાં હજી જૂની પેન્શન સ્કીમ કે નિવૃત સેના જવાનોના પ્રશ્ન પર સરકાર નિરાકરણ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે ત્યાં આજે જંગલના રખેવાળો એવા વનરક્ષકો અને વનપાલો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો : આવાતીકાલે વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર માટે છે આ છે પડકાર
છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી તેમણે માંગણી કરી હતી પણ જેનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. જેથી આજે મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ આખરે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર એકત્ર થયા છે.
આ ઉપરાંત નોંધનીય વાત એ છેકે પોતાની બઢતી અને ભરતીમાં થઈ રહેલા વિલંબના કારણે વનવિભાગના કર્મચારીઓ 6 સપ્ટેમ્બરથી રજા ઉપર પણ ઉતરેલા છે. તેમજ તેઓ દ્વારા આજે ગાંધીનગરમાં ક્લેકટરને તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને આવેદનપત્ર આપીને પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
આ પણ વાંચો : ગાંધીનગર : વિરોધનો વધુ એક મોરચો, જંગલના રખેવાળો સત્યાગ્રહ છાવણીમાં