DEFEXPO India 2022ના ભાગ રૂપે આયોજિત બંધન સમારોહ દરમિયાન GCCI અને AWEIL વચ્ચે આજે MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આજે એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ (AWEIL) સાથે ભારત માટે અગત્યની અને વ્યૂહાત્મક સંરક્ષણ સામગ્રીની જરૂરિયાતોને સંયુક્ત રીતે સંબોધવા સહકાર માટેનું માળખું સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ MoU હેઠળ સુવિધાઓ વિકસાવવામાં આવશે
આ MoU હેઠળ, GCCI અને AWEIL સંયુક્તપણે અગત્યની વ્યૂહાત્મક સામગ્રી/ઘટક(સ્ટોર) ની જરૂરિયાતને તપાસવા માટે Feasible Studies હાથ ધરશે અને સંભવિત વાર્ષિક જરૂરિયાત અને ઉપલબ્ધ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે તેની તુલના કરીને અંદાજિત ખર્ચની આકારણી કરાશે. આ અભ્યાસોના આધારે, હાલની સુવિધાઓ સાથે અથવા વધારાની સુવિધાઓ વિકસાવવી આ સામગ્રીનું ઉત્પાદન કરવા ઇચ્છુક ઉદ્યોગોની શોધ કરવામાં આવશે.
GCCI અને AWEIL એ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે
AWEIL એ નાના હથિયારો, મધ્યમ કેલિબર હથિયારો, હવાઈ સંરક્ષણ, આર્ટિલરી ગન સિસ્ટમ્સ, ટેન્ક ગન સિસ્ટમ, એમ્યુનિશન હાર્ડવેર અને અન્ય સંરક્ષણ સ્ટોર્સ જેવી સંરક્ષણ પ્રણાલીઓની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરે છે. જ્યારે GCCI એ વેપાર અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા હોવાથી, સંરક્ષણ સુરક્ષા જરૂરિયાતો અનુસાર વિવિધ તકનીકોનું ઉત્પાદન કરવા ઇચ્છુક ઉદ્યોગોને શોધવાના મહત્વને જાણી આ ક્ષેત્રમાં AWEIL સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે.
ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલા DEFEXPO India 2022 પ્રદર્શનના ભાગ રૂપે આયોજિત બંધન સમારોહ દરમિયાન આ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoU પર GCCI વતી GCCI નાં પ્રમુખ પથિક પટવારીએ અને AWEIL વતી ઓપરેશન્સ ડાયરેક્ટર એ.કે. મૌર્યએ પર હસ્તાક્ષર કર્યા હતા.