માતાએ બાળકને પારણાને બદલે ઓવનમાં સુવડાવ્યું, જાગીને જોયું તો…
અમેરિકા, 11 ફેબ્રુઆરી : અમેરિકાના(America) મિઝોરીમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં, અહીં એક મહિલા પર તેના બાળકને માઇક્રોવેવ ઓવનમાં સુવડાવી(mother puts baby in oven) તેની હત્યા કરવાનો આરોપ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ રાત્રે ભૂલથી બાળકને પારણાની જગ્યાએ ઓવનમાં(Oven) સુવડાવી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બાળકનું મોત શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી થયું હતું. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા ઊંઘમાં હતી, અને બાળકને પારણાને બદલે ઓવનમાં રાખ્યું
આ સમગ્ર મામલો Kansas City, મિઝોરીનો છે. અહીં મારિયા થોમસ મનની મહિલાએ બેદરકારીપૂર્વક તેના નવજાત બાળકને રાત્રે ઓવનમાં મૂક્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઊંઘમાં હતી. અને તેણે ભૂલથી આ કૃત્ય કર્યું. પરંતુ જ્યારે તે સવારે જાગી અને આ વાતની જાણ થઈ ત્યારે તેણે દરવાજો ખોલીને જોયું. તે સમયે બાળક ખરાબ રીતે દાઝી ગયું હતું. તે તરત જ બાળકને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચી. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
આ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું કે અકસ્માત?
આ કેસ હવે જેક્સન કાઉન્ટી કોર્ટમાં ચાલી રહ્યો છે. સરકારી વકીલે મહિલાને કડક સજા આપવાની અપીલ કરી છે. તે જ સમયે, આ મામલામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે શું મહિલાએ જાણી જોઈને બાળકને ઓવન માં રાખ્યું હતું અથવા ઊંઘમાં ભૂલથી મુકાઈ ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મહિલાના અને પરિવારના સભ્યોની બાળક સાથેના વર્તન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
બાળકનું રુદન કેમ ના સંભળાયું ?
હાલમાં કોર્ટે આ મામલે કોઈ નિર્ણય આપ્યો નથી. મહિલાના વકીલની દલીલ છે કે તેણે ભૂલથી આવું કર્યું. મહિલા તેના બાળકને ખૂબ પ્રેમ કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે બાળકનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું. અને તે ઘણું દાઝી ગયું હતું. તેથી જ્યારે બાળકને દાઝી જવાને કારણે દુખાવો થયો ત્યારે તેણે રડવાનું ચાલુ કર્યું હશે. હવે એ તપાસનો વિષય છે કે શું મહિલાએ તેનો રડવાનો અવાજ સાંભળ્યો હશે કે કેમ ?
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સોમવારે સહપરિવાર અયોધ્યા જશે, રામલલાના કરશે દર્શન
TMCએ રાજ્યસભા માટે જાહેર કર્યા ઉમેદવારો, પત્રકાર સાગરિકા ઘોષ સહિત આ 4ને આપી તક