ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

આ મહિલાના શરીર પર સૌથી વધુ Tattoo, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જૂઓ વીડિયો

Text To Speech
  • એક મહિલાએ પોતાના શરીર પર સૌથી વધુ સંખ્યામાં ટેટૂ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મહિલાના માથાથી પગ સુધી શરીરના દરેક ભાગ પર ટેટૂ છે

અમેરિકા, 24 ઓગસ્ટ: ઘણા લોકોને ટેટૂ કરાવવાનો એટલો શોખ હોય છે કે તેઓ પોતાના શરીર પર દરેક જગ્યાએ ટેટૂ કરાવે છે. પરંતુ જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની વાત આવે છે, તો અહીં રેકોર્ડ બનાવવા માટે તમારે વિશ્વના દરેકને પાછળ છોડવું પડશે. આવી સ્થિતિમાં, ટેટૂ કરાવવાના મામલે રેકોર્ડ બનાવવા માટે 36 વર્ષીય અમેરિકન આર્મી સૈનિક એસ્પેરેન્સ ફ્યુર્ઝિનાએ તેના શરીર પર એટલા બધા ટેટૂઝ કરાવ્યા કે હવે તેના શરીરનો એવો કોઈ ભાગ બચ્યો નથી જ્યાં તેણીએ ટેટૂ ન કરાવ્યું હોય. મતલબ, આ મહિલા સૈનિકે પોતાના શરીરને કેનવાસમાં બદલી નાખ્યું છે. જેમાં માથાથી પગ સુધી સુંદર ડિઝાઇનના ટેટૂ બનાવવામાં આવ્યા છે.

શરીરના દરેક ભાગ પર બનાવ્યા ટેટૂ

આ રેકોર્ડ બનાવનારી મહિલાએ પોતાના શરીર પર જે ટેટૂ બનાવ્યા છે તે ખાસ થીમ આધારિત છે. મહિલાએ ‘અંધકારને સુંદરતામાં પરિવર્તિત કરવા’ થીમ પર ટેટૂ બનાવડાવ્યું છે. ઉપરાંત, તેણીએ તેના શરીરમાં 89 શારીરિક ફેરફારો કર્યા છે. સ્ત્રીના શરીરનો લગભગ 100 ટકા (99.98%) ભાગ ટેટૂથી ઢંકાયેલો છે. આ રેકોર્ડ બનાવવા માટે, Esperance Fuerzinaએ તેના હાથ અને પગથી લઈને તેની જીભ, પેઢાં અને આંખોની અંદરના સફેદ વિસ્તારો સુધીની દરેક વસ્તુ પર ટેટૂ કરાવ્યા છે. આ સાથે તેણીએ પોતાના પ્રાઈવેટ પાર્ટ જેવા નાજુક શરીરના અંગો પર પણ ટેટૂ કરાવ્યા છે.

અહીં જૂઓ વીડિયો:

 

ગીનીસ વર્લ્ડ બુકમાં નોંધાયું છે નામ

Esperance Fuerzina એ 22 સપ્ટેમ્બર 2023ના રોજ સૌથી વધુ સંખ્યામાં ટેટૂ કરાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મેક્સિકોના તિજુઆનામાં ગિનેસ વર્લ્ડ બુકે તેમને રેકોર્ડ બનાવવા બદલ સન્માનિત કર્યા. ગિનિસ વર્લ્ડ બુકમાં સ્થાન મેળવ્યા બાદ એસ્પેરેન્સ ફ્યુર્ઝિનાએ કહ્યું કે હું સન્માનની લાગણી અનુભવી રહી છું. શરૂઆતમાં મને થોડી શંકા હતી કે મારી અરજી સ્વીકારવામાં આવશે કે નહીં. પરંતુ મેં પોતે રેકોર્ડ માટે અરજી કરીને મહિલાઓની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: જૂઓ વીડિયોઃ મહાકાલ નગરીએ રચ્યો ઈતિહાસ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રાપ્ત કર્યું સ્થાન

Back to top button