ફૂડ

14 વર્ષે પાકે દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ, જાણો શું છે વિશેષતા અને ક્યાં થાય છે

Text To Speech

દુનિયામાં ઘણી અજાયબીઓ જોવા મળે છે. વિશ્વમાં કિંમતી વસ્તુઓની કોઈ કમી નથી. ઘર, કાર, હીરા અને જ્વેલરી જેવી મોંઘી વસ્તુઓ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું છે, પરંતુ શું તમે ક્યારેય દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ વિશે સાંભળ્યું છે. ભારતમાં લીલી દ્રાક્ષ 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જ્યારે કાળી દ્રાક્ષનો ભાવ 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. આ ઉપરાંત દ્રાક્ષની બીજી પણ એક જાત છે જે કિલોમાં નહીં પણ ગુચ્છામાં વેચાય છે અને એક ગુચ્છાની કિંમત 8 લાખ 80 હજારથી વધુ છે. તો આવો જાણીએ આ દ્રાક્ષની વિશેષતા વિશે.

આ પણ વાંચો : અર્જુન કપૂર સાથેની ડેટ પર બોલી મલાઈકા અરોરા, કહ્યું તે મને ‘યુવા’ રાખે છે

દ્રાક્ષ ખાવા માટે તમારે 60 થી 120 રૂપિયા ખર્ચવા પડે છે અને આટલા પૈસામાં એક કિલો દ્રાક્ષ આવે છે, પરંતુ રૂબી રોમન દ્રાક્ષ ખરીદવા માટે તમારે લાખો રૂપિયા ચૂકવવા પડે છે.

આ પણ વાંચો : તહેવારની સીઝનમાં વધુ મીઠાઈ ખવાઈ જાય તો કરો આ કામ ! નહીં રહે બિમારીઓનો ખતરો

રૂબી રોમન દ્રાક્ષ એ જાપાનના ઈશીકાવા પ્રીફેક્ચરમાં જ ઉગાડવામાં આવતી દ્રાક્ષની એક ખાસ જાત છે. આ દ્રાક્ષને વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષ કહેવામાં આવે છે. રૂબી રોમન દ્રાક્ષમાં એસિડ ઓછું અને મીઠાશ વધુ હોય છે અને તે ખૂબ જ રસદાર હોય છે. દરેક દ્રાક્ષનું વજન લગભગ 20 ગ્રામ છે.

આ પણ વાંચો : જાપાનમાં Fluનો હાહાકાર : એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસ, જાણો શું છે આ રોગના લક્ષણો

ખાસ વાત એ છે કે રૂબી રોમન દ્રાક્ષ મેળવવા માટે 14 વર્ષ સુધી રાહ જોવી પડે છે. 2008માં જાપાની ખેડૂત ત્સુતોમુ તાકેમોરી દ્વારા ઉત્પાદિત આ પ્રકારની પ્રથમ દ્રાક્ષની હરાજી કરવામાં આવી હતી. 14 વર્ષની મહેનત બાદ દ્રાક્ષની લૂમ 910 ડોલર એટલે કે 75 હજારમાં વેચાયો.

આ પણ વાંચો : વડોદરામાં AAP પર વરસ્યા પાટીલ, ગુજરાતમાં સીઝનલ ફ્રુટની જેમ આવે છે નેતા

2019 માં, રૂબી રોમન દ્રાક્ષની કિંમતોમાં વધારો થયો અને હરાજીમાં લગભગ 8 લાખ 90 હજાર રૂપિયામાં એક લૂમ વેચાઈ. તે જ સમયે, આ દ્રાક્ષના એક દાણાની કિંમત લગભગ 25 હજાર રૂપિયા હતી.

રૂબી રોમન દ્રાક્ષ દ્રાક્ષની શ્રેષ્ઠ જાતનો દરજ્જો ધરાવે છે. આ દ્રાક્ષ સામાન્ય દ્રાક્ષ કરતા 3 થી 4 ગણી મોટી હોય છે. એક ટુકડાનું વજન લગભગ 20 ગ્રામ છે. પરંતુ પ્રીમિયમ ગુણવત્તાવાળી દ્રાક્ષનું વજન પણ 30 ગ્રામ સુધી હોય છે.

Back to top button